Watch: Cyclone Titli makes landfall at Odisha's Gopalpur
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: તોફાની ‘તિતલી’એ બે રાજ્યમાં વરસાવ્યો કહેર

Video: તોફાની ‘તિતલી’એ બે રાજ્યમાં વરસાવ્યો કહેર

 | 4:46 pm IST

બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તિતલીએ આજે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં કહેર વર્તાવ્યો છે. દરિયાકાંઠના વિસ્તારોની સ્થિતિ કથળી છે. પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આંધ્રના શ્રીકાકુલમ અને વિજયનગરમાં વાવાઝોડાના કારણે 8 લોકોના મોત થયા છે.

આ વાવાઝોડાંને અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પછી ઓરિસ્સા સરકારે પાંચ તટીય વિસ્તાર ખાલી કરાવી દીધા છે. બંને રાજ્યોમાં થઈને અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 280 કિમી દૂર બંગાળની ખાડીમાંથી આવ્યું છે. તેની અસરથી 12 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ઉંચી લહેરો પણ આવી શકે છે. ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણીના ભાગ રૂપે બુધવારે સાંજે જ લાખો લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે.