Daily Horoscope 12 th July 2019 Today’s horoscope Watch
  • Home
  • Featured
  • દેવશયની એકાદશી, ગૌરીવ્રત-મોળાકત શરૂ કેવો રહેશે દિવસ તમારા માટે જાણો, Video

દેવશયની એકાદશી, ગૌરીવ્રત-મોળાકત શરૂ કેવો રહેશે દિવસ તમારા માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 અષાઢ સુદ એકાદશી, શુક્રવાર, દેવશયની એકાદશી, ગૌરીવ્રત-મોળાકત શરૂ, વિંછુડો, વિષ્ણુ શયન ઉત્સવ, મેષ નાણાકીય સમસ્યાના નિવારણનો કોઇ ઉપાય મળી આવે. ખર્ચ પર અંકુશ રાખજો. પ્રવાસ-પર્યટન. વૃષભ અગત્યની કાર્યરચના અને વ્યસ્તતા અનુભવાય. આર્થિક બાબતો પર નજર રાખવી હિતાવહ સમજજો.

મિથુન ‘મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિ ખોટી ન પડે તે માટે વધુ દૃઢતા અને મહેનત જરૃરી બને. કર્ક માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા નકારાત્મક વિચારો પર કાબૂ જરૃરી માનજો. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા લાગે.

સિંહ ધીરજનાં ફળ મીઠાં સમજવા. અંતરાય અને નિષ્ફળતાની ચિંતા છોડી આગળ વધજો. કન્યા આપના હાથ ધરેલાં કામકાજો અંગે કોઈ સાનુકૂળ તક-સંજોગો સર્જાતા જણાય. પ્રવાસ. મિલન-મુલાકાત. તુલા નસીબની બાજી ઊંધી ન વળી જાય તે જોજો. ગાફેલ ન રહેવા સલાહ છે.

વૃશ્ચિક આપ કોઈ ચિંતા-મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાનો માર્ગ મળે. મિત્ર-વડીલ ઉપયોગી બને. ધન સામાજિક-કૌટુંબિક બાબત અંગે મનદુઃખનો પ્રસંગ નિવારજો. ખર્ચ-વ્યય જણાય. મકર આપને પ્રયત્નોનું ફળ મોડું મળતું લાગે. ગૃહજીવનના પ્રશ્નો હલ થઈ શકે. પ્રવાસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન