Daily Horoscope 14 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • ભાદરવા સુદ પૂનમ સિંહ, ધન, મીન રાશિનો દિવસ રહેશે સામાન્ય, શું કહે છે તમારી રાશિ ?, Video

ભાદરવા સુદ પૂનમ સિંહ, ધન, મીન રાશિનો દિવસ રહેશે સામાન્ય, શું કહે છે તમારી રાશિ ?, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત2075, ભાદરવા સુદ પૂનમ, શનિવાર. પંચક, ભાદરવી પૂનમ, સંન્યાસીના ચાતુર્માસ પૂરાં, અંબાજી મેળો, શ્રાદ્ધ પક્ષ શરૂ ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. મેષ કાર્ય સફળતા અને પ્રગતિકારક સંજોગો સર્જાય. યશવૃદ્ધિ થાય. દાંપત્યસુખ અનુભવાય. વૃષભ મનોકામના પૂર્તિના પ્રયત્નો સફળ નીવડે. યાત્રા સુખદ્ બને. ચિંતા દૂર થાય.

મિથુન આપની સમસ્યા ધીમેધીમે હલ થાય. અવરોધ દૂર થશે. કૌટુંબિક સુખ સર્જી શકો. કર્ક સંજોગો સાનુકૂળ બને. ગૃહજીવનમાં શાંતિ જળવાય. પ્રવાસ ફળે. મિલન-મુલાકાત. સિંહ લાભની તક દૂર જણાય. તબિયત સુધરશે. ખર્ચનો પ્રસંગ સર્જાય. કન્યા મનની મુરાદ બર આવશે અને પ્રગતિનો માર્ગ ખૂલે. આવકની તક મળે. સંતાન ચિંતા રહે. તુલા મહતવનાં કામકાજો સફળ બનાવી શકશો. તણાવ દૂર થાય. મકાન-વાહન અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક સામાજિક કાર્ય થઈ શકે. સફળતાની કામના ફળે. પ્રવાસ મજાનો રહે. ધન આર્થિક પ્રશ્નમાંથી બહાર અવાય. કૌટુંબિક સુખ વધે. તબિયતની ચિંતા રહે. મકર સાનુકૂળતાના સંજોગો આવે. મિલન-મુલાકાત- મનોરંજન સુખદ્ પ્રસંગ. ખર્ચ જણાય. કુંભ વ્યયનો પ્રસંગ. ચિંતાનો અનુભવ. પ્રવાસમાં વિલંબ. કાર્ય સફળતા મળે. મીન લાભદાયી તક મળે. સામાજિક કાર્યથી આનંદ. સ્નેહીથી મિલન-મુલાકાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન