Daily Horoscope 15 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • ભાદરવા વદ રવિવાર બીજનું શ્રાદ્ધ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

ભાદરવા વદ રવિવાર બીજનું શ્રાદ્ધ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

Daily Horoscope 15 th August 2019 Today’s horoscope

વિક્રમ સંવત 2075, ભાદરવા વદ એકમ, રવિવાર પંચક, બીજનું શ્રાદ્ધ, ચંદ્ર-શુક્રનું ઓપોઝિશન મેષ તમારા સામાજિક, વ્યાવસાયિક કાર્યમાં રુકાવટ હશે તો દૂર થતી જણાય. ધીરજનાં ફ્ળ મીઠાં સમજવા. વૃષભ પ્રયાસો કરીને થાકશો તો જ કદાચ કાર્યફ્ળ હાથમાં આવતું લાગે. સમય વેડફય નહીં તે જોજો.

મિથુન લાગણીઓ કરતાં બુદ્ધિબળ ઉપયોગી જણાશે. આર્થિક આયોજન જરૂરી સમજજો. કચકચથી દૂર રહેજો. કર્ક મન હશે તો માળવે જવાશે એ ઉક્તિ લક્ષમાં લઈ કાર્ય કરવા સલાહ. આર્થિક પ્રશ્ન હલ થતો લાગે. સમસ્યા ઉકેલાય. સિંહ તમારા દરેક કાર્યમાં ચીવટ, કાળજી અને એકાગ્રતા જરૃરી સમજજો તો નુકસાન અટકે. સ્નેહીથી વિવાદ ટાળજો. કન્યા ઊંડા અંધારેથી પરમ તેજ તરફ્ જવાનો માર્ગ દેખાય. ઈશ્વરીય સહાય અને સ્નેહીનો સંગાથ ફ્ળદાયી જણાય.

તુલા સાનુકૂળ સંજોગો સર્જાતાં આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાશે. સંઘર્ષ હળવો બને. સ્નેહી-સંબંધીથી મિલનનો પ્રસંગ. વૃશ્ચિક આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. નહીંતર નાણાભીડ સર્જાશે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા. પ્રવાસ ફ્ળદાયી રહે. ધન આજના દિવસનો સદ્ઉપયોગ કરી લેજો. સ્વજનથી સહકાર. મુલાકાતનો પ્રસંગ. તબિયત સુધરે.

મકર અંગત સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે. બીમારી કે અકસ્માતથી સાવધ રહેવું. ખર્ચના પ્રસંગ સર્જાય. કુંભ પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત અંગે સંજોગ સાથ આપશે. વિવાદ-ક્લેશ ટાળજો. ખોટા ખર્ચને અટકાવજો. મીન આપની વ્યાવસાયિક બાબતોને વ્યવસ્થિત કરી શકશો. નાણાકીય કામકાજ અંગે સાનુકૂળતા ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન