watch here is your horoscope for 15 th December 2019
  • Home
  • Videos
  • Featured Videos
  • માગશર વદ ત્રીજ, રવિવાર કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

માગશર વદ ત્રીજ, રવિવાર કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, માગશર વદ ત્રીજ, રવિવાર ચતુર્થી ક્ષયતિથિ, સંકષ્ટ ચતુર્થી, રવિ પુષ્યયોગ, પારસી અમરદાદ શરૃ મેષ સામા પવને ચાલતા હો તેવો અનુભવ છતાંય માર્ગ કાઢી શકશો. તમારા સામાજિક કાર્યમાં પ્રગતિ. નાણાભીડ.

વૃષભ વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધતી જણાય. ફળ વિલંબમાં પડતું લાગે. ગૃહવિવાદ ઉકેલાય. આરોગ્ય સાચવજો. મિથુન આપની મનગમતી બાબતો આડે અંતરાય હશે તો દૂર થાય. પ્રગતિકારક સમય. અકસ્માત ભય.

કર્ક ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાતાં જણાય. નસીબ સાથ આપતું લાગે. કૌટુંબિક ક્ષેત્રે અનુકૂળતા. સિંહ વધુ પ્રયત્ને અને ધીરજ બાદ કામ થતું જણાય. નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખજો. વ્યવસ્થિત બનજો.

કન્યા ગણતરીપૂર્વકના પગલાંથી નુકસાન અટકતું જણાય. અગત્યની બાબત હલ થાય. સ્વજનથી ગેરસમજ ન સર્જાય તે જોજો. તુલા લાગણીઓ પર સંયમ જરૃરી સમજજો. વિવાદ ટાળજો. આર્િથક વ્યવહારોમાં સાવચેતી જરૃરી લેખજો. પ્રવાસ ફળે.

વૃશ્ચિક માનસિક પરિતાપમાંથી છૂટવાનાં એંધાણ મળે. સ્વજન-મિત્રનો સહકાર. તબિયત સુધરતી લાગે. મિલન-મુલાકાત. ધન પ્રતિકૂળ સંજોગોમાંથી ધીમે ધીમે બહાર અવાતું લાગે. મનની મૂંઝવણ દૂર થતી જણાય. કૌટુંબિક પ્રશ્ન ઉકેલાય.

મકર પરેશાનીમાં વધારો થાય તેવા પગલાં-નિર્ણયથી દૂર રહેજો. લાભનું ગણિત ખોટું ન પડે તે જોજો. મતભેદો નિવારજો. કુંભ વધુ પડતા ઊંચા કૂદકા ભરવા કરતાં નાનું ડગલું ઉપયોગી બની શકશે. સ્નેહીથી મિલન-સહકાર. આરોગ્ય. સાચવજો.

મીન ચિત્તની સ્વસ્થતા અને શાંતિ જાળવવા સમાધાનવૃત્તિ અને ઉદારતા જરૃરી બને. નાણાભીડ. કાર્ય સફળતાની તક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન