watch here is your horoscope for 15th February 2020
  • Home
  • Featured
  • મહા વદ સાતમને શનિવાર મિથુન રાશિએ સંભાળીને રહેવું, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

મહા વદ સાતમને શનિવાર મિથુન રાશિએ સંભાળીને રહેવું, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, મહા વદ સાતમ, શનિવાર કાલાષ્ટમી, શ્રીનાથજીનો પાટોત્સવ-નાથદ્વારા, વિંછુડો
મેષ આપના બધાં જ કામો ભલે પૂરાં ન થઈ શકે પણ કેટલાંક થતાં લાગે. આવક કરતાં ખર્ચ વધતો જણાય.
વૃષભ મનની મુરાદોને મનમાં ધરબી રાખવી પડે. નિરાશા દૂર થવા લાગે. કૌટુંબિક બાબત ઉકેલાય.
મિથુન અગત્યની કામગીરીઓ હાથ ધરવા માટેની તક સર્જાય તે ઝડપી લેજો. સંબંધોમાં તિરાડ ન પડી જાય તે જોજો.
કર્ક મહત્વની વ્યક્તિની મદદ ઉપયોગી બને. લાભના સંજોગ જણાય. મિલન-મુલાકાતથી આનંદ. તબિયત સાચવવી.
સિંહ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સામાજિક બાબતો અંગે સાનુકૂળતા સર્જાય. ગૃહવિવાદ ટાળજો.
કન્યા આપના મનની મૂંઝવણ, સંતાપ કે તણાવ દૂર કરવાનો ઉપાય મળે. તબિયત સુધરતી જણાય. નાણાભીડ ઉકેલાય.
તુલા આપની મુશ્કેલીઓ અને ચિંતાના સંજોગો હવે બદલાઈને સાનુકૂળતા સર્જાશે. તબિયત સુધારી લેજો. સ્નેહીથી મિલન.
વૃશ્ચિક માનસિક સંયમ અને જાગૃતિ જરૃરી માનજો. ઉતાવળા નિર્ણય હિતાવહ નથી.
ધન જરૃરિયાતો અને ઇચ્છાઓ મુજબ ન મળવાથી નિરાશા જન્મે. વધુ પડતી અપેક્ષા ન રાખવા સલાહ. સફળતા વિલંબથી મળે.
મકર ઝાંઝવાનાં જળ પાછળ દોડતાં હો તેવું લાગશે. ગૃહજીવનનાં કામકાજો અંગે સાનુકૂળતા. પ્રવાસ અંગેની યોજના આગળ ધપે.
કુંભ અભાવ અને અસંતોષના વિચારો છોડીને જે મળે તેને અપનાવવાની રીત લાભદાયી બને. કૌટુંબિક પ્રશ્ન હલ થઈ શકશે.
મીન બીજાઓ શું કરે છે કે શું કરવું જોઈએ તેવી અપેક્ષાઓ રાખવા કરતાં પોતે શું કરવું છે તે ધ્યાનમાં લેવું હિતાવહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન