watch here is your horoscope for 16th February 2020
  • Home
  • Featured
  • રવિવારે 4 રાશિને મળશે સારા સમાચાર, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

રવિવારે 4 રાશિને મળશે સારા સમાચાર, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, મહા વદ આઠમ, રવિવાર વિંછુડો, અષ્ટકા શ્રાદ્ધ, જાનકી જન્મ, બુધ વક્રી થાય છે
મેષ આપના અગત્યનાં કામકાજો અંગે સમય સુધરતો જણાય. મિત્રવર્ગથી સહકાર. ખર્ચનો પ્રસંગ.
વૃષભ લાગણીઓ પર કાબૂ રાખી કરેલા નિર્ણયો ઉપયોગી નીવડશે. ઉતાવળા ન થશો. આરોગ્ય સાચવજો.
મિથુન આપના વ્યવસાયિક પ્રશ્નો અંગે કોઈ ઉકેલ સાંપડે. ગૃહજીવનની સમસ્યા હલ થઈ શકશે. પ્રવાસની તક.
કર્ક આપના વિકાસની આડેના અવરોધ દૂર થતાં લાગે. મહત્ત્વની મુલાકાત-વ્યક્તિ ઉપયોગી બને. મિલન-મુલાકાત.
સિંહ આપની સફળતાનો આધાર આપની ધીરજ-સમાધાનવૃત્તિ પર રહેશે. લાભની તક ગુમાવવી પડે નહીં તે જોજો. પ્રવાસ.
કન્યા આપની જરૃરિયાતો અને અપેક્ષાઓ મુજબનું ફળ ભલે ન મળતું લાગે, પરંતુ પ્રયત્નો ચાલુ રાખજો.
તુલા આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ દેખાય. આવક કરતાં ખર્ચ ન વધે તે જોજો. કૌટુંબિક બાબત ઉકેલાય.
વૃશ્ચિક આપના અગત્યનાં કામકાજ આડે જણાતી રુકાવટો દૂર થતી લાગે. ગૃહવિવાદ અટકે. મિલન-મુલાકાત.
ધન આપના નોકરી યા ધંધા કે સંપત્તિનાં કામકાજો અંગે કોઈની મદદથી સફળતાના સંકેત આવી મળે. કૌટુંબિક કામ બને.
મકર આપના મનનાં ઓરતાંઓ મનમાં જ ન રહી જાય તે માટે યોગ્ય દિશાના પ્રયત્નો જરૃરી માનજો. નાણાભીડ. વિવાદનો પ્રસંગ.
કુંભ આપનો પરિશ્રમ સાર્થક અને ફળદાયી બનતો જોઈ શકશો. સ્વજન-મિત્રનો સાથ. પ્રવાસ ફળે.
મીન આપની માનસિક અશાંતિ યા મૂંઝવણો દૂર કરવા માટે જાગૃત અને સક્રિય બનવું પડે. વિવાદ ટાળજો. વિરોધી ફાવે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન