Daily Horoscope 17 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • મંગળવાર ત્રીજનું શ્રાદ્ધ, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

મંગળવાર ત્રીજનું શ્રાદ્ધ, અંગારકી સંકષ્ટ ચતુર્થીએ કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, ભાદરવા વદ ત્રીજ, મંગળવાર ત્રીજનું શ્રાદ્ધ, અંગારકી સંકષ્ટ ચતુર્થી, સૂર્ય કન્યામાં, વિશ્વકર્મા પૂજા મેષ મનોવ્યથા જણાય. લાભ અટકતો લાગે. સ્નેહીથી મિલન-મુલાકાત. પ્રવાસ ફળે. વૃષભ મકાન, જમીનના કાર્ય અંગે પ્રતિકૂળતા જણાય. વ્યવસાયિક પ્રગતિની તક મળે.

મિથુન સગાં-સ્વજનથી મનદુઃખ સર્જાઇ શકે. પ્રવાસ ફળદાયી જણાય. ભાગ્યની મદદ સર્જાય. કર્ક નાણાભીડ વધતી લાગે. કૌટુંબિક સમસ્યા અનુભવાય. આરોગ્ય ચિંતા રહે. સિંહ માનસિક મૂંઝવણનો હલ મળે. ગૃહજીવનમાં મતભેદ બાદ મિલન. પ્રવાસ ફળે.

કન્યા આવક કરતાં જાવક વધતી લાગે. મહત્ત્વના કામમાં વિઘ્ન. શત્રુ ફાવે નહીં. તુલા આપની નાણાકીય ચિંતાનો હલ મળે.સંતાન-પ્રિયજન અંગે સુખદ્ પ્રસંગ. પ્રવાસ. વૃશ્ચિક વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય. સંપત્તિ-મકાન બાબત પ્રતિકૂળતા દૂર થાય.

ધન માનસિક સમસ્યા દૂર થાય. આરોગ્ય સુધરે. નાણાકીય ખર્ચ જણાશે. મકર પ્રતિકૂળતા અને વિઘ્ન બાદ સંજોગ સુધરતા જણાય. આર્થિક મૂંઝવણ જણાય.

કુંભ સાનુકૂળ સંજોગ. જીવનસાથી-સ્વજનથી સંવાદિતા. કામકાજોમાં સુધારો થાય. મીન તબિયતનો ઉપાય મળે. ખર્ચ વધશે. હરીફ વર્ગથી સાવધ રહેવું. પ્રવાસની તક મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન