Daily Horoscope 17 th august 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • શ્રાવણ વદ બીજ ત્રણ રાશિના જાતકોનો દિવસ રહેશે સામાન્ય કેવો રહેશે તમારો દિવસ જાણો

શ્રાવણ વદ બીજ ત્રણ રાશિના જાતકોનો દિવસ રહેશે સામાન્ય કેવો રહેશે તમારો દિવસ જાણો

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 શ્રાવણ વદ બીજ, શનિવાર, પંચક, સૂર્ય મઘા નક્ષત્ર પ્રવેશ, અગત્સ્યનો ઉદય, મેષ લાગણીઓને કે અહમને બહુ મહત્વ આપશો તો કેવળ દુઃખ જ મળશે. વ્યવહારિકતાથી જ તમે સુખ-લાભ મેળવી શકશો. પ્રવાસ મજાનો નીવડે.

વૃષભ કાર્ય સફળતા અને લાભ મેળવવા તમારે વધુ ધીરજ રાખી પરિશ્રમ કરવો પડશે. સામાજિક બાબતો અંગે સમય સાનુકૂળ જણાય. સ્નેહીથી સમાધાન કરી શકશો. મિથુન મનની મુરાદો મનમાં રહેતી લાગે. અલબત્ત પુરુષાર્થ ચાલુ રાખશો તો આગળ જતાં જરૃર મુરાદ ફળે. કુટુંબક્લેશ અને અશાંતિથી બચવા જતું કરવું પડે.

કર્ક વ્યવસાય યા અન્ય બાબતો અંગે કોઈ મદદ ઉપયોગી અને ફળદાયી નીવડશે. આર્િથક કટોકટીનો સામનો કરવો પડે. સ્વજનથી સંવાદિતા સર્જાય. સિંહ આપની આર્થિક સ્થિતિને સમતોલ રાખવા તમારે ખર્ચા પર કાબૂ રાખવો પડે. આવક ઊભી કરી શકશો. વિરોધી પર વિજય સાંપડે. આરોગ્ય જાળવી શકશો.

કન્યા ખોટા સાહસ અને અજાણ્યા પરનો આંધળો વિશ્વાસ નુકસાનકારક બની શકે. નાણાકીય કાર્ય સફળ થાય. ગૃહજીવનની બાબત માટે સાનુકૂળતા. તુલા મનસ્વી અને ઉતાવળાં પગલાં ન ભરવા સલાહ છે. વિશ્વાસઘાતના પ્રસંગથી બચવું. નાણાભીડના કારણે તણાવ જણાય.

વૃશ્ચિક ધાર્યું ફળ કે લાભ મેળવવા તમારે સુવ્યવસ્થિત અને જાગૃત રહેવું પડે. કૌટુંબિક બાબત હલ કરી શકશો. સ્વજન-પ્રિયજનથી સમાધાન. ધન માનસિક અશાંતિ-ચિંતાના ઘેરાયેલાં વાદળો વિખેરાતાં જણાશે. લાભની આશા ઠગારી નીવડતી જણાય. પ્રવાસમાં વિલંબ સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન