Daily Horoscope 19 th July 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • વૃશ્ચિક રાશિને આવક કરતાં જાવક વધશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

વૃશ્ચિક રાશિને આવક કરતાં જાવક વધશે, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 અષાઢ વદ બીજ, શુક્રવાર જયા પાર્વતી વ્રતનાં પારણાં, પંચક, મંગળ આશ્લેષા નક્ષત્ર પ્રવેશ કેવો રહેશે તમારો દિવસ જાણો. મેષ નિરાશાનાં વાદળ વિખેરાતાં જણાય. આપના આર્થિક પ્રશ્નોનો હલ મળતો જણાય.

વૃષભ મનની મૂંઝવણ હળવી બને. યોગ્ય મદદ મળતી જણાય. લાભદાયી કાર્યરચના થાય. મિથુન આપની ધંધા-નોકરી અંગેની બાબત અંગે સફળતા મળે. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસમાં વિઘ્ન જણાય.

કર્ક પ્રવાસની તક મળે. ગૃહજીવનમાં મનમેળ રાખજો. આર્થિક પ્રશ્નો હલ કરી શકશો. સિંહ મહત્વની કામગીરી બાબત અંગે પ્રયત્નો ફળદાયી બને. આપની ચિતા હળવી બને. કન્યા આવક સામે જાવક વધે. ગૃહજીવનમાં સંવાદિતા રહે. તબિયતની કાળજી લેજો. તુલા પ્રવાસનું આયોજન થઈ શકે. લાભની આશા ફળતી જણાય. સામાજિક કાર્ય અંગે સારું.

વૃશ્ચિક આવક કરતાં જાવક વધી જતી લાગે. પ્રયત્નો એળે જતાં જણાય. સ્વજનથી મિલન-સહકાર. ધન તબિયત બગડે નહીં તે જોજો. ઉતાવળા સાહસથી દૂર રહેજો. નાણાભીડનો ઉકેલ મળે. મકર તમારા કાર્યક્ષેત્રે અંગે જણાતી મુશ્કેલીઓ દૂર થવા લાગે. આગળ વધવાની તક ખૂલે.

કુંભ સ્વપ્નાઓના સોણલા સેવવા કરતાં નક્કર વાસ્તવિકતાને સમજી ચાલવાથી લાભ. મીન સંજોગો સુધરતાં જણાય. લાગણી પર કાબૂ રાખીને વર્તવાથી સુખ-શાંતિનો અનુભવ જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન