Daily Horoscope 20 th August 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • તુલા રાશિ માનસિક તણાવ અનુભવશો, શું કહે છે તમારી રાશિ જાણો અમારી સાથે, Video

તુલા રાશિ માનસિક તણાવ અનુભવશો, શું કહે છે તમારી રાશિ જાણો અમારી સાથે, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 ભાદરવા વદ છઠ્ઠ, શુક્રવાર, છઠ્ઠનું શ્રાદ્ધ, ચંદ્ર-રોહિણીની યુતિ મેષ શુભ અને સાનુકૂળ નવરચના અને પ્રગતિ જણાય છતાં તણાવ અનુભવાય.

વૃષભ લાભદાયી અને વ્યવસાયિક રીતે સફળ જણાય. અલબત્ત, ખર્ચા વધતા બચત ન થાય. તબિયત ચિંતા. મિથુન મનોકામનાની ર્પૂિત અંગેનો પુરુષાર્થ ફળદાયી બને. મિલન-મુલાકાતથી સુખ. કર્ક તબિયતની ચિંતા જણાય. ખોટા ખર્ચ-વ્યયના પ્રસંગો. માનસિક નિરાશા રહે. નોકરી-ધંધા અંગે ધીમો સુધારો-લાભ. સિંહ મહત્વની કાર્યરચના થઈ શકે. પ્રવાસ-પર્યટનમાં સફળતા. વ્યવસાયમાં સ્થગિતતા જણાય.

કન્યા નોકરી-ધંધા- સંપત્તિ-વાહન અંગે સંઘર્ષ જણાય છતાં સફળતાની તક મળે. ગૃહવિવાદ ટાળજો. તુલા માનસિક તણાવ જણાય. ધાર્યા કામમાં વિલંબ-અલ્પ ફળ જણાય. પ્રવાસ થાય. વૃશ્ચિક નાણાભીડ થાય. ઉઘરાણી-લેણાં અંગે ચિંતા જણાય. કુટુંબ ક્લેશ ટાળજો. ધન સામાજિક કાર્ય સફળ થાય. જીવનસાથીની તબિયત સંભાળવી પડે. આર્થિક સમસ્યા જણાય જેનો હલ મળે.

કુંભ વિશ્વાસે વહાણ હાંકવું નહીં. સ્વજન-કુટુંબીજન ઉપયોગી બને. પ્રવાસમાં વિઘ્ન આવે. મીન વાદ-વિવાદથી સંબંધ બગડે નહીં તે જોજો. મિત્ર-ભાગીદારથી મતભેદ. માનસિક શાંતિ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન