Daily Horoscope 20 th July 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • સંકષ્ટ ચતુર્થી અષાઢ વદ ત્રીજ કેવો રહેશે દિવસ તમારો જાણો એક ક્લિક પર, Video

સંકષ્ટ ચતુર્થી અષાઢ વદ ત્રીજ કેવો રહેશે દિવસ તમારો જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, અષાઢ વદ ત્રીજ, શનિવાર. સંકષ્ટ ચતુર્થી, સૂર્ય પુષ્ય નક્ષત્ર પ્રવેશ, વાહન ગધેડું, સંયોગી નક્ષત્ર છે મેષ સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાય. નાણાભીડ હજી મૂંઝવતી લાગે. આરોગ્ય સચવાય. વૃષભ મનની મુરાદોને બર આવતી જોઈ શકશો. સમય ભલે વધુ લાગે. પ્રવાસ-મિલન-મુલાકાત અંગે ઠીક.

મિથુન વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે. કર્ક આપની વધુ પડતી ઊંચી આકાંક્ષાઓ પાછળ દોડવા કરતાં નજીક દેખાતો લાભ લઈ લેવો સારો સમજો. સિંહ કામકાજો અટક્યા હશે તો આગળ ધપાવી શકશો અને સ્વજ્ન મિત્રોથી ગેરસમજો દૂર કરજો.

કન્યા અગણિત ચિંતાઓને નાથવા વધુ કાર્યશીલ રહેજો અને સ્વજ્નો-મિત્રોથી સમાધાન રાખજો. ખર્ચા વધતા જણાય.
તુલા તમારી કદર ભલે થતી ન જણાય, પરંતુ સૌને તમારો ખપ પડશે. વિવાદ અટકે. નાણાભીડ વર્તાય. ધન તમારા મહત્વનાં કામકાજો અંગે જરૃરી સંજોગો ઊભાં થાય અને પ્રગતિનો માર્ગ મોકળો થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન