Watch Daily Horoscope 24 th September 2020 Rashifal video
  • Home
  • Featured
  • અધિક આસો સુદ આઠમને ગુરુવાર, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

અધિક આસો સુદ આઠમને ગુરુવાર, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, અધિક આસો સુદ આઠમ, ગુરુવાર, દુર્ગાષ્ટમી, રવિયોગ, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય. નોકરીની ચિંતા દૂર થાય. ખર્ચ રહે.

વૃષભ રાશિ
આવક સામે ખર્ચ વધતા જણાય. કૌટુંબિક વિવાદથી દૂર રહેજો. અગત્યની તક સર્જાય.

મિથુન રાશિ
ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાય. પ્રસન્નતા સર્જાય. આવકવૃદ્ધિના પ્રયત્નો ફળે.

કર્ક રાશિ
લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા રહે. તબિયત સાચવવી.

સિંહ રાશિ
ધીરજની કસોટી થતી લાગે. માનસિક ઉદ્વેગ દૂર થાય. પ્રવાસ મજાનો રહે.

કન્યા રાશિ
આપના મનની મૂંઝવણનો ઉકેલ શોધી શકશો. ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો. પ્રવાસ.

તુલા રાશિ
આપના પ્રતિકૂળ સંજોગો હવે ધીમેધીમે સાનુકૂળ થતાં જણાય. અશાંતિનાં વાદળ હટતાં લાગે.

વૃશ્ચિક રાશિ
પુરુષાર્થ વધારવો પડે. લાભ મળવામાં વિઘ્ન-વિલંબનો યોગ. પ્રવાસ મજાનો જણાય.

ધન રાશિ
આપના કૌટુંબિક કામકાજો અંગે પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. ખર્ચ-ખરીદીઓ વધે નહીં તે જોજો.

મકર રાશિ
આપના નોકરી-ધંધાનાં કામકાજો અંગે સાનુકૂળતા જણાય. લાભની આશા વિલંબિત બને. પ્રવાસ.

કુંભ રાશિ
સંજોગો સુધરતા જણાય. અગત્યની તક મળતી લાગે. સ્નેહી-સ્વજનથી મિલન.

મીન રાશિ
આપના સકારાત્મક વિચાર અને પગલાં સફળ અને ફળદાયી નીવડે. મુલાકાતથી આનંદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન