watch here is your horoscope for 24th February 2020
  • Home
  • Featured
  • ફાગણ સુદ એકમને સોમવાર ત્રણ રાશિએ સંભાળીને રહેવુ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

ફાગણ સુદ એકમને સોમવાર ત્રણ રાશિએ સંભાળીને રહેવુ, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, ફાગણ સુદ એકમને સોમવાર ફાગણ શરૂ, પંચક, પયોવ્રત, પ્લૂટો મકરમાં, ચંદ્ર-બુધની યુતિ, સૂર્ય-રાહુનો ત્રિકોણ યોગ કેવો રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર…

મેષ

આપનું આયોજન સફળ બનાવવાની સાનુકૂળતા મળે. કૌટુંબિક કાર્ય અંગે ઠીક. તબિયત નરમગરમ જણાય.

વૃષભ

જાવક વધતી જણાય. નાણાભીડનો અનુભવ તીવ્ર થાય. ગૃહવિવાદનો પ્રસંગ સર્જાય નહીં તે જોજો. પ્રવાસ ફળે.

મિથુન

આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. મુશ્કેલીઓને પાર કરી શકશો. અગત્યની વ્યક્તિ મદદરૃપ થઈ શકે.

કર્ક

તમારી વધુ પડતી અપેક્ષાઓ ફળે નહીં. લાગણી પર કાબૂ રાખવો હિતાવહ. સાહસ ટાળજો.

સિંહ

માનસિક વ્યથા-ચિંતાઓમાંથી બહાર નીકળી શકશો. આપના કામકાજો અંગે સંજોગો સુધરે. સ્વજનથી ચકમક ઝરે નહીં તે જોજો.

કન્યા

મહત્વની કામગીરી આડેના વિઘ્નો બાદ સફળતાની આશા જણાય. પ્રવાસ મજાનો રહે. ખર્ચ વધુ જણાય.

તુલા

આપના સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થતાં જણાય. આશા પૂર્ણ કરવા અન્યની મદદ જરૃરી. ખર્ચ રહે.

વૃશ્ચિક

પરેશાનીઓથી ગભરાવાની જરૃર નથી, બલકે તેના મૂળને સમજી હલ મેળવી શકશો. રાહત અને લાભની તક.

ધન

આપની નાણાકીય બાબતો પર વધુ લક્ષ જરૃરી. ખોટા ખર્ચા- લેવડદેવડ ન થઈ જાય તે જોજો.

મકર

દિવસને વધુ સાર્થક, સફળ અને લાભદાયી બનાવવા આયોજન અને કુનેહ જરૃરી બને. વિવાદ ટાળજો.

કુંભ

વણસેલી વાતને સુધારી તમે હિત સાધી શકશો. ક્રોધ-અભિમાન ટાળજો. પ્રવાસ.

મીન

ગણતરી ચોકસાઈ અને ધીરજપૂર્વકનાં પગલાં કોઈ લાભ કે સફળતા આપી જાય. સ્નેહીથી સંવાદ. ખર્ચ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન