watch here is your horoscope for 25th February 2020
  • Home
  • Featured
  • ફાગણ સુદ બીજે તુલા રાશિને અગત્યની તક મળે,શું કહે છે તમારી રાશિ જાણો, Video

ફાગણ સુદ બીજે તુલા રાશિને અગત્યની તક મળે,શું કહે છે તમારી રાશિ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, ફાગણ સુદ બીજ, મંગળવાર. પંચક, ચંદ્રદર્શન, રામકૃષ્ણ પરમહંસ જયંતી, સિદ્ધનાથ મહાદેવનો સમૈયો-વિરમગામમાં યોજાશે, કેવો રહેશે તમારો દિવસ જાણો. 

મેષ

આપના મનનો બોજ હળવો થતો અનુભવાય. લાભદાયી તક મળતી લાગે. પ્રયત્નો સફળ બનતાં જણાય. ગૃહક્લેશ ન થાય તે જોજો. મિલન-મુલાકાત.

વૃષભ

સમય સાનુકૂળ થતો જણાય. પ્રવાસ-પર્યટન ફળે. ગૃહજીવનમાં ગેરસમજ ન જાગે તે જોજો. ખર્ચનો પ્રસંગ.

મિથુન

પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે. ધીરજ ધરવી પડે. ગૃહજીવનના કામમાં પ્રગતિ. પ્રવાસ.

કર્ક

મહત્વનાં કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કાર્ય માટે વિલંબથી સફળતા. પ્રિયજનથી સમાધાન.

સિંહ

આપના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. સ્વજનથી સહકાર મળે. નાણાભીડ.

કન્યા

સમસ્યાઓથી ઘેરાયા હો તો હવે બહાર નીકળવાનો માર્ગ મળે. લાભ અટક્યો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય. સ્નેહીથી મિલન-મુલાકાત.

તુલા

પ્રવૃત્તિશીલ દિવસ. વિઘ્ન દૂર થતાં જણાય. અગત્યની તક મળે તે ઝડપી લેજો.

વૃશ્ચિક

પ્રતિકૂળતા અને વ્યર્થતાના સંજોગોમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો.

ધન

તમારા પ્રયત્નો વધારવાથી લાભની આશા ફળતી લાગે. તબિયત અંગે ઠીક. ખર્ચા જણાય.

મકર

મનપસંદ કાર્ય થતું જણાય. ખર્ચ-ખરીદી વધે નહીં તે જોજો.

કુંભ

વિવાદથી દૂર રહેવું. નાણાકીય બાબત અંગે વિશ્વાસે ચાલવું નહીં. મિલન-મુલાકાતો ફળે.

મીન

આપની મનોકામનાઓ સાકાર કરવા અંગે જરૃરી મદદ મેળવી શકશો. પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન