watch here is your horoscope for 26th February 2020
  • Home
  • Featured
  • ફાગણ સુદ ત્રીજ મિથુન ચિંતાનાં વાદળ વિખેરાય, શું કહે છે તમારી રાશિ જાણો, Video

ફાગણ સુદ ત્રીજ મિથુન ચિંતાનાં વાદળ વિખેરાય, શું કહે છે તમારી રાશિ જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076 ફાગણ સુદ ત્રીજ, બુધવાર પંચક, સૂર્ય-બુધની અંતર્યુતિ કેવો રહેશે તમારો દિવસ જાણો. 

મેષ

તમારા મનની અશાંતિ અથવા બેચેની દૂર કરવાનો ઉપાય સફળ બને. લાગણીઓ પર કાબૂ રાખવો જરૃરી. નાણાકીય સંજોગો કઠિન લાગે.

વૃષભ

કેટલાક અગત્યના કામકાજો જો અટક્યાં હશે તો તેને આગળ વધારી શકશો. મહત્વની વ્યક્તિ ઉપયોગી બને. પ્રવાસમાં પ્રસન્નતા.

મિથુન

આપનાં ધાર્યાં કામકાજો અંગે સંજોગો સાનુકૂળ બનતાં લાગે. અગત્યની તક-સમાચાર આવી મળે. ચિંતાનાં વાદળ વિખેરાતાં લાગે.

કર્ક

આપની કૌટુંબિક, સાંસારિક કે અંગત સંબંધોની બાબત અંગે ચિંતા-નિરાશા હશે તો દૂર થાય. મહત્વના પ્રશ્નો-કાર્યો અંગે પ્રગતિકારક.

સિંહ

આપને વધુ વ્યવસ્થિત અને વ્યવહારિક બનવાની સલાહ છે. જે આપને કાર્ય સફળતા માટે જરૃરી છે. સ્નેહીથી મતભેદ ટાળજો.

કન્યા

આપની જવાબદારીઓ કે સમસ્યાઓ વધતી જણાય. આર્થિક સમસ્યા અનુભવાય. પ્રવાસમાં વિલંબથી સફળતા.

તુલા

અંતઃકરણની વ્યથાઓમાંથી છૂટવા હકારાત્મક વલણ રાખવું પડે. નાણાકીય પ્રશ્ન ઉકેલાય.

વૃશ્ચિક

ધીમેધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય. ગૃહવિવાદ અટકે. અગત્યનું કામ થઈ શકે.

ધન

આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ-સફળતા અને પ્રગતિ જણાય.

મકર

પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબત હલ થાય. પ્રવાસ. મિલન-મુલાકાત ફળે.

કુંભ

આશાસ્પદ તક સર્જાતી જણાય. નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર.

મીન

અગત્યની બાબતો અંગે સંજોગો સાથ આપશે. આરોગ્ય જળવાય. ખર્ચનો પ્રસંગ જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન