Watch : Daring Indian Air Force operation pulls 2 men stranded in Tawi river at Jammu
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : વાયુસેનાનું દિલધડક ઓપરેશન, ગાંડીતુર નદીના ધસમસતા પ્રવાહમાંથી 2ને ઉગાર્યા

Video : વાયુસેનાનું દિલધડક ઓપરેશન, ગાંડીતુર નદીના ધસમસતા પ્રવાહમાંથી 2ને ઉગાર્યા

 | 2:36 pm IST

હિમાચલ, ઉત્તરાખંડ, અને જમ્મુમાં જીવલેણ પૂર અને વરસાદે હાહાકાર મચાવી દેતા સેના અને એનડીઆરએફના જવાન દેવદૂત બનીને પહોંચી રહ્યા છે. જમ્મુમાં શ્વાસ થોભાવી દે તેવા દિલધડક રેસ્કયૂ ઓપરેશનમાં વાયુસેનાના જવાબોએ તવી નદીમાં ફસાયેલા બે લોકોને જીવના જોખમે બચાવ્યા.

જમ્મુના તવી નદીમાં શ્વાસ થોભાવનાર દિલધડક રેસક્યૂ ઓપરેશન ચલાવામાં આવ્યું. તેમાં વાયુસેનાના જવાનોએ ગજબની જાંબાઝી દેખાડી. સેનાના હેલિકોપ્ટર દ્વારા એક જવાન નીચે ઉતર્યા અને ફસાયેલા બંનેને દોરડાથી બાંધી હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરાયા. જવાન ત્યાં બેસી રહ્યા. ત્યારબાદ સેનાના જવાનોને લેવા માટે હેલિકોપ્ટર ફરીથી આવ્યું અને જવાન માટે દોરડું છોડી ગયા. ત્યારબાદ જવાન પણ સુરક્ષિત નીકળી ગયા. આ આખા ઓપરેશનમાં સેનાના જવાનોએ ગજબનો ઝ્ઝબો દેખાડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન