#Watch: Devotees give way to ambulance during Ganesh idol immersion In Pune
  • Home
  • Featured
  • Video: હજારોની ભીડ બાપાનું વિસર્જન કરવા જઇ રહી હતી, અચાનક એમ્બયુલન્સ આવી અને પછી…

Video: હજારોની ભીડ બાપાનું વિસર્જન કરવા જઇ રહી હતી, અચાનક એમ્બયુલન્સ આવી અને પછી…

 | 12:12 pm IST

ગણપતિ બાપાના મૂર્તિ વિસર્જન દરમ્યાન હજારોની ભીડની માનવતા અને અનુશાસનનો અનોખો વીડિયો સામે આવ્યો છે. વાત એમ હતી કે લક્ષ્મી રોડ પર વિસર્જન માટે ચારેયાબાજુ ભકતોની ભારે ભીડ જામી હતી. હજારો શ્રદ્ધાળુઓ ઢોલ નગારાની સાથે ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન માટે જઇ રહ્યા હતા પરંતુ ત્યારે પાછળથી અચાનક એમ્બયુલન્સ આવી ગઇ. પછી શું થયું. તમામ તામ-જામને અચાનક જ રોકી દેવાયો. હજારોની ભીડ એકદમ બે ભાગમાં વહેંચાય ગઇ. આખો રસ્તો સંપૂર્ણપણે સાફ થઇ ગયો. લોકોએ એમ્બ્યુલન્સને ગાઇડ કર્યું અને તે આરામથી ત્યાંથી નીકળી ગઇ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ગુરૂવારના રોજ પ્રતિમા વિસર્જન દરમ્યાન છેલ્લાં 24 કલાકમાં અલગ-અલગ જગ્યાએ 17 લોકોના ડૂબવાથી મોત થઇ ગયું, જ્યારે પાંચ લોકો હજુ પણ ગુમ બતાવામાં આવી રહ્યા છે. 10 દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ સંપન્ન તો થઇ ગયો, પરંતુ જતા-જતા અકસ્માતે ગમગીન કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન