Video: Elephant charges crowd at religious event, leaves 18 injured
  • Home
  • Videos
  • Featured Videos
  • OMG! બુદ્ધની શોભાયાત્રામાં અચાનક હાથી ગાંડોતૂર બન્યો, લોકોને કચડી નાખ્યાં, જુઓ VIDEO

OMG! બુદ્ધની શોભાયાત્રામાં અચાનક હાથી ગાંડોતૂર બન્યો, લોકોને કચડી નાખ્યાં, જુઓ VIDEO

 | 11:43 am IST

શ્રીલંકામાં એક બૌદ્ધ ધર્મની શોભાયાત્રા નીકળી હતી અને તેમાં હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા એ દરમિયાન બધા કલાકારો અને દર્શકો વચ્ચે હાથીના આવા વર્તનનાં કારણે ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા અને બધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

કોલંબો નજીકના કોટ્ટેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પ્રકારે ડરામણો વીડિયો છે. કારણ કે એક હાથીએ 18 લોકોને કચડી નાખ્યા છે. વાત છે શનિવારની રાતની. એક શોભાયાત્રામાં અચાનક હાથી ગાંડો થયો અને બબાલ મચી ગઈ. માહોલ એકદમ ગંભીર બન્યો હતો.

લોકો એકદમથી ડરી ગયા અને છૂટાછવાયા બધા ભાગવા લાગ્યા. કેટલાક લોકો હાથી દોડતો હતો એની આગળ તો કેટલાક હાથીની સાથે દોડવા લાગ્યાં. હાથી અચાનક જ હિંસક બની ગયો અને લોકોને મારવા લાગ્યો. હાથી પર સવાર એક માણસ પણ નીચે પડી ગયો એટલે તેને પણ હાથી પગથી કુચડતો ગયો હતો.

બે હોસ્પિટલોના અધિકારીઓએ સોમવારે કહ્યું કે 18 ઘાયલ લોકોની સારવાર થઈ રહી હતી એમાંથી 16 લોકોને રજા આપવામાં આવી છે. બાકીના બેમાંથી એકને પેટમાં ખુબ નુકસાન થયું છે માટે એનું અવલોકન કરવામાં આવી રહ્યું છે અને બીજાને ઈજાગ્રસ્ત કાનની સારવાર આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન