Watch: Father-Daughter duo lip-sync to Maroon 5’s Girls Like You Cutest On Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • 2 વર્ષની દીકરીનો બાથરૂમમાં પિતાની સાથેનો Video વાયરલ જોઇ તમે પણ કહેશો વાહ!

2 વર્ષની દીકરીનો બાથરૂમમાં પિતાની સાથેનો Video વાયરલ જોઇ તમે પણ કહેશો વાહ!

 | 5:23 pm IST

પિતા અને દીકરીના બોન્ડિંગને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. દીકરી માટે પિતા જ સુપરહીરો હોય છે. સોશિયલ મીડિયા પર પિતા અને દીકરીના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જેને ખૂબ જ પસંદ કરાઇ રહ્યાં છે. જોઇને તમને પણ ક્યૂટ લાગશે. પિતા અને દીકરી મરૂમ 5નો પોપ્યુલર ગીત ‘Girls Like You’ પર લિપ સિંક કરતાં દેખાઇ રહ્યાં છે. 2 વર્ષની બાળકી માયલા, પિતાની સાથે ન્હાયા બાદ બાથરૂમમાં લિપ્સિંગ કરતાં દેખાય રહી છે.

આ વીડિયો બાળકની માતાએ રેકોર્ડ કર્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરાયો છે. જેને લાખો વ્યુઝ મળી ચૂકયા છે. આ વીડિયો મરૂમ 5 સુધી પણ પહોંચી ચૂકયો છે. લોકો બાળકીનો ક્યુટી અંદાજ ખૂબ પસંદ કરી રહ્યાં છે. લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ વીડિયોને જોઇને તમને પણ હસુ આવશે અને બાળકીની એક્ટિંગ પણ ક્યૂટ લાગશે.