Watch : Footage Of Child Falling Between Train and Platform In Sydney At Australia
  • Home
  • Featured
  • બાળક ટ્રેન અને પ્લેટફોર્મના ગેપ વચ્ચે ધડામ કરતાં પડ્યું અને પછી જે થયું… CCTV ફૂટેજ આવ્યા સામે

બાળક ટ્રેન અને પ્લેટફોર્મના ગેપ વચ્ચે ધડામ કરતાં પડ્યું અને પછી જે થયું… CCTV ફૂટેજ આવ્યા સામે

 | 10:32 am IST

ઑસ્ટ્રેલિયાના સીડનીથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઇને થોડીક વખત તો સ્ટેશન પર બાળકને લઇને જતી મમ્મીઓ ગભરાઇ જશે. જી હા સીડની સ્ટેશનના એક સ્ટેશન પર બાળક તેની માતા સાથે ટ્રેન થોભતા જ તેમાં બેસવા જવાની કોશિષ કરે છે અને તે વખતે જે ઘટના બને છે તે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

એક મહિલા પોતાના બે બાળકોને લઇને ટ્રેનમાં ચઢવાની કોશિષ કરે છે ત્યારે એક બાળકને માતાએ તેડી રાખ્યું છે અને બીજાને સાથે ચલાવીને લઇ જઇ રહી છે. ત્યારે બાજુમાં ચાલતું તેનું બાળક ટ્રેનમાં ચઢવા જતી વખતે ટ્રેન અને સ્ટેશનના પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ધડામ કરતાં પડી જાય છે. જો કે ત્યારબાદ બાળકને કંઇ રીતે બચાવામાં આવે છે તે તમે વીડિયોમાં જોઇ શકો છો.

આ વીડિયો ઓસ્ટ્રેલિયાના સીડનીનો 19મી ફેબ્રુઆરી, 2019નો છે. આ અંગે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે અમે પેરેન્ટસને વિનંતી કરીએ છીએ કે જ્યારે સ્ટેશન પર ભીડ હોય ત્યારે મહેરબાની કરીને ભીડમાં ચઢવાની કોશિષ ના કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન