WATCH Frogs married in Karnataka's Udupi to please the rain gods
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ‘દેડકી બહેનને પધરાવો સાવધાન’ મુશળધાર વરસાદ માટે કરાવ્યાં દેડકાનાં લગ્ન

VIDEO: ‘દેડકી બહેનને પધરાવો સાવધાન’ મુશળધાર વરસાદ માટે કરાવ્યાં દેડકાનાં લગ્ન

 | 5:54 pm IST

લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં એક અદભૂત અને નવા જ લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દંપકી દેડકાનાં લગ્ન કરાવતું હોય એવું નજરે ચઢે છે. એક એવી પૌરાણિક કથા છે કે જો દેડકાનાં લગ્ન કરાવો તો દેવી-દેવતાઓ ખુશ થાય છે અને તમારા પર કૃપા કરે છે.

તો એવામાં કર્ણાટકનાં ઉદુપિમાં એક દંપતીએ દેડકાનાં લગ્ન કરાવ્યાં છે. આ દંપતીનું માનવું છે કે દેવતાઓને ખુશ કરવા માટે અમે આ લગ્ન કરાવ્યાં છે. તેમજ કર્ણાટકમાં જોરદાર વરસાદ થાય એ હેતુથી આ વિધિવત લગ્ન કરાવ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ દેડકાનાં લગ્ન સમારંભમાં દેડકા પણ લગ્નનાં પોશાક પહેરેલા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો વળી લોકોએ અઘરી અઘરી કોમેન્ટ પણ કરી છે.

લોકોએ દેડકા દેડકીની આરતી ઉતારી હતી. દેડકીને પણ વહુની જેમ સજાવવામાં આવી હતી. લગ્ન માટે કાર્ડ પણ છપવવામાં આવ્યું હતું અને લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન