Watch : Funny Groom Weird Dance Video Viral On Social Media
  • Home
  • Featured
  • લગ્નની ખુશીમાં વરરાજા મંડપમાં કાઢવા લાગ્યો ‘ગાંડા’, Video જોઇ હસી-હસીને બેવડા વળી જશો

લગ્નની ખુશીમાં વરરાજા મંડપમાં કાઢવા લાગ્યો ‘ગાંડા’, Video જોઇ હસી-હસીને બેવડા વળી જશો

 | 2:15 pm IST

લગ્નનો દિવસ કોઇપણ વ્યક્તિ માટે જિંદગીનો ખૂબ જ અગત્યનો દિવસ હોય છે. ઘરવાળા ખુશીમાં નાચતા હોય છે અને વરરાજા અને દુલ્હન સામાન્ય રીતે શરમાતા હોય છે. પરંતુ આજકાલ તો વરરાજા અને દુલ્હન પર નાચતા હોય છે. પરંતુ કોઇ પોતાના લગ્નથી એટલો બધો ખુશ થાય કે લગ્નમંડપમાં જ અજીબો ગરીબ હરકત કરવા લાગે તો એ જોઇને તમે કેવું લાગશે. જી હા આ વીડિયો જોઇ તમે પણ પેટ પકડી પકડીને હસશો.

જી હા આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને લોકો વારંવાર આ વીડિયોને જુએ છે. આ ફની વીડિયોમાં વરરાજા એટલો ઉતાવળો હોય છે કે મંડપમાં જ નાચવા લાગે છે. પંડિત અને મંડપની નીચે ઉભેલા બીજા મહેમાન આ હરકતને જોઇ દંગ રહી જાય છે અને લોકો તેને રોકવાની કોશિષ કરે છે પરંતુ વરરાજા કોઇની વાત માનતો નથી અને ગાંડા કાઢે છે. તો બીજીબાજુ દુલ્હન આ તમાશો જોયા કરે છે.  ટિકટોક પર આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન