Watch : Girl, 5, Miraculously Survives 100ft Drop From 11th Floor Hotel
  • Home
  • Featured
  • 5 વર્ષની બાળકીનો 11મા માળેથી છલાંગ મારતો Video જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

5 વર્ષની બાળકીનો 11મા માળેથી છલાંગ મારતો Video જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 8:57 am IST

ઉંઘમાં ચાલવાની બીમારી અંગે આપણે ઘણું સાંભળ્યું હશે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક પાંચ વર્ષની નાનકડી બાળકીને ઉંઘમાં ચાલવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો થાઇલેન્ડનો કહેવાય છે જ્યાં એક હોટલના રૂમનો દરવાજો ખોલી બાળકી બહાર નીકળી અને રેલિંગને લટકીને નીચે પડી જાય છે.

બાળકી નીચે પડતાં જ હોટેલ સ્ટાફ એલર્ટ થઇ ગયો અને તરત જ બાળકીને ઉઠાવી લીધી. બાળકી બેભાન હતી પરંતુ તેના શ્વાસ ચાલી રહ્યા હતા. તાબડતોડ તેને બેંકોકની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ. જ્યાં ખબર પડી કે તેનો પગ તૂટી ગયો છે અને પીઠની પાછળ પણ ઇજા પહોંચી છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. રિકવરી પણ થઇ રહી છે.

બાળકીને ઊંઘમાં ચાલવાનો અને 11મા માળથી પડવાનો વીડિયો જોઇ તમે સ્તબ્ધ થઇ જશો. સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે બાળકીની છલાંગ લગાવામાં 100 ટકા તેના માતા-પિતાની ભૂલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન