Watch: Heartwarming Video Of Woman Touching Army Man's Feet
  • Home
  • Featured
  • દેવદૂત બનીને આવેલ સેનાના જવાનોને પગે લાગતી મહિલાનો ભાવુક Video વાયરલ

દેવદૂત બનીને આવેલ સેનાના જવાનોને પગે લાગતી મહિલાનો ભાવુક Video વાયરલ

 | 12:16 pm IST

મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ગંભીર થઇ રહી છે. ભારતીય હવામાન વિભાગના મતે મહારાષ્ટ્રમાં આવતા 48 કલાકમાં ભીષણ વરસાદની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને સેના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવામાં લાગ્યા છે. મહારાષ્ટ્રનો સાંગલી વિસ્તાર વરસાદથી વધુ અસર થઇ છે. આ બધાની વચ્ચે સાંગલી જિલ્લાથી એક ખૂબ જ ભાવુક વીડિયો સામે આવ્યો છે.

સેના અને એનડીઆરપીએફની ટીમો સાંગલીમાં ફસાયેલા લોકોની મદદ માટે બચાવ દળ પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને સાંગલીના લોકો બચાવ દળ દ્વારા કરાઇ રહેલ પ્રયાસોના વખાણ કરી રહ્યા છે. આ પૂરમાં દેવદૂત બનીને પહોંચેલ સેનાના લોકો ભગવાનની બરાબર દરજ્જો આપી રહ્યા છે. મહિલાના બચાવ માટે સામે આવેલા વીડિયોમાં મહિલા જવાનના પગે પડી રહી છે. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક મહિલા દેખાય રહી છે જેમણે સાડી અને રીંગણી કલરનું સ્વેટર પહેર્યું છે અને તેના હાથમાં વસ્તુની ભરેલી પોલીથીન છે. આ મહિલા રીલીફ બોટમાં બેઠા છે જે લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જઇ રહ્યા હતા. બોટમાં બેઠેલી મહિલા ભગવાનનું નામ લેતા એક સેનાના જવાનના પગે લાગ્યો અને તેને પછી બોટના બીજા ખૂણા પર ઉભેલા બીજા સેનાના અધિકારીના પણ પગે લાગે છે. ત્યારબાદ અધિકારી મહિલાને આમ કરતા રોકે છે.

ભાવુક મહિલા આંખો આંસુ લૂછી ભગવાનનો આભાર માનતી દેખાય છે. વીડિયોના અંતમાં તે તમામનો ધન્યવાદ માનતા હાથ મિલાવતી દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઇ રહ્યો છે. કેટલાંક લોકોને તેના સંસ્કાર ગણાવી રહ્યા છે તો કેટલાંક સેનાના વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ – આજી નદીમાં આવેલા રામનાથ મહાદેવ મંદિરના અવકાશી દ્રશ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન