Watch here is Daily Horoscope 16 th October Rashifal video
  • Home
  • Videos
  • Featured Videos
  • આસો સુદ એકાદશી શનિવાર, પાશાંકુશા એકાદશીએ જાણીલો તમારૂ રાશિફળ

આસો સુદ એકાદશી શનિવાર, પાશાંકુશા એકાદશીએ જાણીલો તમારૂ રાશિફળ

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ એકાદશી શનિવાર, પાશાંકુશા એકાદશી. પંચક. ભરત મિલાપ.

મેષ રાશિ
સંપત્તિના વાહન અંગે વ્યય, તબિયત સુધરે, આર્થિક સંકડામણ અનુભવાય.

વૃષભ રાશિ
સાનુકૂળ તક સર્જાય, સ્નેહી સ્વજનથી મિલન- ભાગ્ય બદલાતું દેખાય.

મિથુન રાશિ
આપની આર્થિક સમસ્યાનો કોઈ હલ મળે, કૌટુંબિક તણાવ દૂર કરી શકો.

કર્ક રાશિ
સંજોગો કઠિન હોય તો પણ માર્ગ કાઢી શકો, અણધારી સહાયથી કાર્ય સફળતા.

સિંહ રાશિ
તબિયતની કાળજી લેવી, આર્થિક પ્રશ્ન ગૂંચવાયો હોય તો ઉકેલની આશા રહે.

કન્યા રાશિ
આવક વધારવાના પ્રયત્નો ધીમે ધીમે ફળતા જણાય, સ્નેહી સગાંની મદદ, પ્રવાસ ફળે.

તુલા રાશિ
નોકરી-વ્યવસાયિક સંજોગો સુધરવાનો યોગ, લાભની રચના, સંપત્તિ-ચિંતા, વડીલને તણાવ.

વૃશ્ચિક રાશિ
અવરોધમાંથી બહાર આવવાનો માર્ગ મળે, મિલન-મુલાકાત યાત્રા- નવીન તક મળે.

ધન રાશિ
આરોગ્ય કષ્ટકારક બને, ખોટા ખર્ચા ટાળજો, ગૃહજીવનના પ્રશ્નો મૂંઝવે, નાણાભીડ.

મકર રાશિ
જીવનસાથીનો સહકાર, ગૃહવિવાદને શમાવી શકો, પ્રવાસ- તણાવ દૂર થાય.

કુંભ રાશિ
નોકરીમાં તક, રોગ-શત્રુ ચિંતા દૂર થાય, નાણાકીય કામમાં વિલંબ, વિઘ્ન જણાય.

મીન રાશિ
પ્રયત્નો ફળે, ઉન્નતિની તક, મિલન- મુલાકાત, પ્રસન્નતા, પ્રવાસ સફળ બને.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો