Watch Daily Horoscope 12 th august 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રાવણ વદ આઠમને બુધવાર, જન્માષ્ટમીએ શું કહે છે તમારી રાશિ જાણીલો અમારી સાથે, Video

શ્રાવણ વદ આઠમને બુધવાર, જન્માષ્ટમીએ શું કહે છે તમારી રાશિ જાણીલો અમારી સાથે, Video

 | 7:05 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ વદ આઠમ, બુધવાર, જન્માષ્ટમી, શ્રીકૃષ્ણ જયંતી (વૈષ્ણવ), ડો. વિક્રમ સારાભાઈનો જન્મદિન કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની કોઈ ચિંતાનો ભાર ઊતરતો જણાય. વધુ પ્રયત્ને ફ્ળ મળતું લાગે. પ્રવાસ મજાનો રહે.

વૃષભ રાશિ
સામાજિક અને વ્યવસાયિક કામકાજમાં સફ્ળતા અને પ્રગતિ જોઈ શકશો. ધીરજની કસોટી થતી લાગે.

મિથુન રાશિ
અવરોધમાંથી માર્ગ મેળવીને આગળ વધી શકશો. આર્િથક સમસ્યા જણાય. સ્નેહી-સ્વજનની મદદ મળે.

કર્ક રાશિ
આપના મન પરનો બોજ વધતો લાગે. ધાર્યું કરવામાં મુશ્કેલી રહે. ખર્ચ પર કાબૂ રાખજો.

સિંહ રાશિ
આપના પ્રયત્નો ફ્ળદાયી બનતાં લાગે. વિવાદથી દૂર રહેજો. સ્નેહીથી મિલન. પ્રવાસની તક.

કન્યા રાશિ
હજી ધીરજ અને સમતા રાખવી પડે. ધાર્યા કામમાં વિલંબ વધતો લાગે. પ્રવાસમાં વિઘ્ન જણાય.

તુલા રાશિ
આવક સામે જાવક વધતી જણાય. ગૃહજીવનમાં સંવાદિતા. સ્વજનનું આગમન. ખર્ચ ટાળજો.

વૃશ્ચિક રાશિ
મહેનત રંગ લાવતી લાગે. કોઈ ચિંતાનો ભાર હળવો થતો જણાય. ગૃહવિવાદ ટાળજો.

ધન રાશિ
આપના કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાતા જણાય. માનસિક ટેન્શન ઊતરે. ખર્ચ-વ્યય વધે.

મકર રાશિ
અપેક્ષા મુજબ ફ્ળ ન મળે. ધીરજ ફ્ળે. કૌટુંબિક કાર્ય સફ્ળ બને.

કુંભ રાશિ
નોકરી-વ્યવસાયના કામકાજોમાં સાનકૂળતા સર્જાય. તબિયત બગડે નહીં તે જોજો.

મીન રાશિ
આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો. પ્રવાસમાં પ્રસન્નતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન