Watch Daily Horoscope 12 th july 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ વદ સાતમને રવિવાર મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભ, કેવો જશે દિવસ તમારો જાણીલો

અષાઢ વદ સાતમને રવિવાર મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભ, કેવો જશે દિવસ તમારો જાણીલો

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ વદ સાતમને રવિવાર. નક્ષત્ર- ઉત્તરાભાદ્રપદા, યોગ – અતિગંડ, કરણ – બાલવ. આજની રાશિ – મીન (દ,ચ,ઝ,થ)

મેષ રાશિ
બાળકના અભ્યાસ અંગેની ચિંતા સતાવે. તમારા પ્રયત્નોથી આર્થિક સમસ્યા દૂર થઈ શકે. લગ્નઈચ્છુક વ્યક્તિઓ માટે સારો દિવસ છે

વૃષભ રાશિ
પ્રવાસમાં તકલીફ આવી શકે. કોર્ટના કામકાજમાં રાહત મળી શકે

મિથુન રાશિ
શારિરીક પીડા આવી શકે. સંતાનોની લાગણી દુભાઈ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ છે. નવા મકાનમાં પ્રવેશ થઈ શકે

કર્ક રાશિ
નોકરીયાતો માટે આજે શુભ દિવસ છે. ઉપરી અધિકારી તરફથી માન સન્માન મળે. પ્રેમમાં નિષ્ફળતા મળી શકે. મોસાળ પક્ષથી લાભ થાય

સિંહ રાશિ
આજે કુટુંબીજનો વચ્ચે તકરાર થઈ શકે. અણધાર્યા ખર્ચા આવી શકે. માનસિક ટેન્શન આવી શકે

કન્યા રાશિ
લાગણીઓ પર અંકુશ રાખવો. વિશ્વાસઘાતનો શિકાર થઈ શકો. આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો

તુલા રાશિ
આજે શુભ પ્રસંગનું આમંત્રણ મળી શકે. લગ્નજીવનમાં તણાવ આવી શકે. અન્યો પાસેથી અપેક્ષા ન રાખવી

વૃશ્ચિક રાશિ
આજે જુના મિત્રો સાથે સંપર્ક થઈ શકે. ઉધાર આપેલા નાણાં પરત આવી શકે. આર્થિક સ્થિતી સારી રહે

ધન રાશિ
આજે તમારુ મનોબળ તોડવાના કોઈ પ્રયત્ન કરે. અપયશમાંથી બચી શકો. પ્રિયજનોની ચિંતા સતાવશે

મકર રાશિ
ગુસ્સા પર કાબુ રાખવો. નોકરીમાં મુશ્કેલી આવી શકે. ધંધામાં અટકેલા કાર્યો પૂર્ણ થાય

કુંભ રાશિ
જીવનસાથીનો પ્રેમ મળી શકે. ઈલેકટ્રોનિકસ ઉપકરણોથી સાચવવુ. બપોર સુધી થોડી ચિંતા સતાવે

મીન રાશિ
કોર્ટ કચેરીનાં કામકાજમાં રાહત મળી શકે. જમીન મકાનમાં રોકાણથી લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન