Watch Daily Horoscope 13 th January 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માગશર વદ અમાસને બુધવાર, મેષ, વૃષભ, કર્ક રાશિનો સમય આવ્યો સારો, શું કહે છે તમારી રાશિ જાણીલો

માગશર વદ અમાસને બુધવાર, મેષ, વૃષભ, કર્ક રાશિનો સમય આવ્યો સારો, શું કહે છે તમારી રાશિ જાણીલો

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, માગશર વદ અમાસ, બુધવાર, અમાસ ભોગી (દ. ભારત). પારસી શહેરેવર શરૂ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા રહે. નાણાભીડનો અનુભવ થાય. પ્રવાસ સફ્ળ નીવડે.

વૃષભ રાશિ
માનસિક હતાશામાંથી બહાર આવી શકશો. કૌટુંબિક કામ સફ્ળ થાય. મહત્ત્વની મુલાકાત ફ્ળદાયી નીવડે. આરોગ્ય કેર લેવી પડે.

મિથુન રાશિ
આપના પ્રયત્નોનું ફ્ળ ચાખી શકશો. ધીરજની કસોટી થતી જણાય. પ્રવાસ સફ્ળ નીવડે. મિત્રો ઉપયોગી થાય.

કર્ક રાશિ
લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થાય. સ્નેહીથી મિલન-મુલાકાત. વ્યાવસાયિક કામ સફ્ળ થાય.

સિંહ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થાય. લાભની આશા સફ્ળ થતી જણાય. પ્રવાસ મજાનો નીવડે. ભાગીદારથી મતભેદ ટાળજો.

કન્યા રાશિ

આત્મવિશ્વાસ, દૃઢતા, હિંમતના ગુણ જરૃર કામ લાગે. પ્રવાસ-મુલાકાત ફ્ળદાયી બને. સંપત્તિના કામ આગળ વધે.

તુલા રાશિ
સમયનો સાથ મેળવી શકશો અને આપના મનની મુરાદોને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો. પ્રવાસ મજાનો જણાય.

વૃશ્ચિક રાશિ
આપના પ્રયત્નો ફ્ળદાયી બનતા જણાય. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખજો. તબિયત સુધરતી જણાય. સંતાનના પ્રશ્નો હલ થાય.

ધન રાશિ
સ્વજનોથી મતભેદ ટાળજો. તેનાથી તમે સંવાદિતા સર્જી શકશો. લાભ કરતાં વ્યય વધવાનો સંભવ. અકસ્માતથી સાવધ.

મકર રાશિ
આપનીમાનસિક સ્વસ્થતાને ટકાવી લેજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ખર્ચનો પ્રસંગ સર્જાય. સંપત્તિના કામ થાય.

કુંભ રાશિ
આપના મહત્વના કામકાજ અંગે કોઈની મદદ આવી મળે. નવા સંજોગો ઉપયોગી બને. નાણાભીડનો ઉકેલ શોધી શકશો.

મીન રાશિ
સમય વર્તે સાવધાન એ ઉક્તિને અનુસરવાથી કષ્ટ અટકે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળે. બીમારીને દૂર રાખી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન