કારતક વદ એકમ, બુધવારે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિનો દિવસ જશે સારો, Video
વિક્રમ સંવત 2076, કારતક વદ એકમ, બુધવાર ઉત્તર ભારત-રાજસ્થાનમાં પૂર્ણમાંત માગશર માસ શરૃ, બુધ ઉદય પૂર્વમાં મેષ આપની તકલીફોનો કુદરતી ઉકેલ આવતો જોઈ શકશો. પ્રતિકૂળતા દૂર થતી જણાય. વૃષભ લેખાંજોખાં કે સાચા-ખોટા કે પછી ન્યાય-અન્યાયના વિચારો છોડવાથી શાંતિ અનુભવાય.
મિથુન આપના વિચારોને હકારાત્મક બનાવીને તમે શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકશો. કર્ક આશાવાદી રહીને તમે કર્મશીલ રહેશો તો આગે ફતેહ જાગે.
સિંહ મહત્વની કાર્યરચના અને પ્રવૃત્તિઓ કરી શકશો. ગૃહજીવનમાં લક્ષ આપજો. કન્યા આપની મૂંઝવણોમાંથી બહાર નીકળવાની આશા ફળતી જણાય. તુલા આપની સામાજિક કામગીરીઓ અંગે વ્યસ્તતા વધતી લાગે. ઇચ્છિત ફળ મળતાં વિલંબ જોવાય.
વૃશ્ચિક નકામી ચિંતા અને મિથ્યાભિમાનથી દૂર રહીને તમે કોઈ સુખદ્ અનુભવ કરી શકશો. ધન આપની દૃઢતા અને ઉદ્યમીતાથી આપ પ્રગતિના પંથે આગળ સંચરી શકશો. મકર આપના કોઇ પણ નિર્ણય કે વિચારને સાકાર કરવા ઘણું સમાધાન કરવું પડે.
કુંભ આપના પ્રયત્નોનું ફળ મેળવવા આપે જાગૃત અને પરિશ્રમી રહેવું પડે. મીન લાગણીઓને મહત્વ આપવા કરતાં જરૃરિયાત સામે જોશો તો સુખ પામી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન