Watch Daily Horoscope 13 th September 2020 Rashifal video
  • Home
  • Featured
  • ભાદરવા વદ એકાદશીને રવિવાર, સૂર્ય ઉત્તરાફાલ્ગુનીમાં ગુરુમાર્ગી કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ એકાદશીને રવિવાર, સૂર્ય ઉત્તરાફાલ્ગુનીમાં ગુરુમાર્ગી કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:40 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, ભાદરવા વદ એકાદશી, રવિવાર ઇંદિરા એકાદશી, અગિયારસનું શ્રાદ્ધ, સૂર્ય ઉત્તરાફાલ્ગુનીમાં ગુરુમાર્ગી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું પડે. નાણાભીડનો અનુભવ. ગૃહવિવાદ ટાળજો.

વૃષભ રાશિ
આપની અગત્યની કામગીરી સફળ બને. ચિંતામુક્તિ જણાય. ખર્ચનો પ્રસંગ.

મિથુન રાશિ
આપના ધાર્યા કામમાં વિલંબ જણાય. નાણાભીડ રહે. તબિયત ચિંતા દૂર થાય.

કર્ક રાશિ
પ્રયત્નો ફળદાયી બને. સ્નેહી-મિત્રનો સહકાર-મિલન. પ્રગતિકારક તક.

સિંહ રાશિ
પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય. પ્રવાસની તક. ચિંતાનો ઉકેલ.

કન્યા રાશિ
માનસિક અજંપો દૂર થાય. સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેજો. પ્રવાસ મજાનો.

તુલા રાશિ
આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ મળે. ખર્ચા વધવા સંભવ. તબિયત સુધરે.

વૃશ્ચિક રાશિ
આશાવાદી પ્રસંગ જણાય. મનોકામના માટે ઈશ્વર પર શ્રદ્ધા વધારજો. પ્રવાસ.

ધન રાશિ
માનસિક સ્વસ્થતા રાખીને આગળ વધવાથી સફળતા. સ્વજનોથી ગેરસમજ ન સર્જાય તે જોવું.

મકર રાશિ
નિરાશામાંથી આશાનું કિરણ લાધે. સંબંધો સુધારી લેજો. કાર્યલાભ.

કુંભ રાશિ
સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરાવી શકશો. સ્વાસ્થ્ય સાચવજો. પ્રવાસમાં વિઘ્ન.

મીન રાશિ
પ્રગતિકારક કાર્યરચના માટે સાનુકૂળતા સર્જાતી જણાય. કૌટુંબિક બાબત ગૂંચવાય નહીં તે જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન