પોષ સુદ એકમને ગુરુવાર ધનારક સમાપ્ત મકરસંક્રાંતિએ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
વિક્રમ સંવત 2077, પોષ સુદ એકમ, ગુરુવાર, મકરસંક્રાંતિ. સૂર્ય મકરમાં 8.15 થી. ચંદ્ર દર્શન. ધનારક સમાપ્ત. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
પ્રયત્નોનું ફળ વિલંબિત જણાય. ટેન્સન હળવું થતું જણાય. પ્રવાસ મજાનો જણાય.
વૃષભ રાશિ
આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે. વિઘ્નનો અનુભવ થતો જણાય. પ્રવાસમાં વિલંબ.
મિથુન રાશિ
ટેન્શનમુક્ત માટેના પ્રયત્નો સફળ બને. નાણાકીય કામકાજ માટે સાનુકૂળતા. ધંધા-નોકરીની બાબત હલ થાય.
કર્ક રાશિ
આપના સામાજિક કામ-પ્રસંગ અંગે સાનુકૂળતા. નોકરી-ધંધામાં અવરોધ વધતો લાગે. નાણાભીડ વધતી જોવાય.
સિંહ રાશિ
કામકાજો ગૂંચવાયા હોય તો ઉકેલી શકશો. મુશ્કેલી દૂર થાય. ગૃહજીવનમાં સંવાદિતા.
કન્યા રાશિ
આરોગ્યની કાળજી લેજો. ધંધા-નોકરીના કામકાજોમાં ટેન્શન વર્તાય. આર્િથક ભીંસનો હલ મળે.
તુલા રાશિ
અગત્યના કામકાજમાં વિલંબ વધતો લાગે. અકળામણનો અનુભવ. વ્યય વધતો લાગે.
વૃશ્ચિક રાશિ
કાર્ય સફળતા મેળવવાના પ્રયત્નો હવે વધારવા પડશે. ચિંતા હળવી બને. સફળતાની તક.
ધન રાશિ
આપની ધીરજની કસોટી થતી લાગે. ગૃહવિવાદ ટાળજો. તબિયત ચિંતા રહે.
મકર રાશિ
અગત્યની વ્યક્તિની મદદથી કામકાજ સફળ બને. તબિયત સુધરે. ખર્ચ વધે.
કુંભ રાશિ
નસીબ હજુ અનુકૂળ નહીં જણાય. પુરુષાર્થ વધારવો પડે. કૌટુંબિક કામમાં પ્રગતિ.
મીન રાશિ
સ્વાસ્થ્ય સાચવજો. નાણાભીડનો ઉકેલ મળતો જણાય. વિવાદથી દૂર રહેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન