Watch Daily Horoscope 15 th august 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રાવણ વદ એકાદશી, શનિવાર અજા એકાદશી, સ્વાતંત્ર્ય દિને કેવો જશે દિવસ તમારો જાણીલો

શ્રાવણ વદ એકાદશી, શનિવાર અજા એકાદશી, સ્વાતંત્ર્ય દિને કેવો જશે દિવસ તમારો જાણીલો

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ વદ એકાદશી, શનિવાર અજા એકાદશી, પર્યુષણ પર્વ શરૃ-ચતુર્થી પક્ષ, સ્વાતંત્ર્ય દિન કેવો જશે દિવસ તમારો જાણીલો.

મેષ રાશિ
આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૃરી માનજો. વિશ્વાસે રહેવું નહીં. પ્રવાસ. મિલન-મુલાકાત.

વૃષભ રાશિ
આપની અંગત કોઈ પરેશાની કે મુશ્કેલી હશે તો તેના ઉકેલનો માર્ગ ખૂલે. નાણાકીય બાબતે રાહત મળે.

મિથુન રાશિ
આપના વ્યવસાયિક કાર્ય અંગેના પ્રયત્નો ફ્ળદાયી પુરવાર થતાં લાગે. ચિંતાનો બોજ હળવો બનતો જણાય.

કર્ક રાશિ
પ્રસન્નતા અને શાંતિ માટે જતું કરવાની ભાવના ઉપયોગી જણાય. જિદ વ્યર્થ જણાય.

સિંહ રાશિ
આપના કાર્ય ક્ષેત્રે વિકટતા અને બેકદરદાની છતાં લાભદાયી તક-સંજોગ સર્જાય. ગૃહક્લેશ ટાળજો.

કન્યા રાશિ
પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના અને નાણાભીડમાંથી બહાર આવવાના પ્રયત્નો સફ્ળ થતાં જણાય. આરોગ્ય જળવાય.

તુલા રાશિ
પ્રગતિ અને સફ્ળતા માટેના પ્રયત્નો વધારવા પડે. ગૃહજીવનના કામ હાથ ધરી શકશો. આર્થિક ચિંતા.

વૃશ્ચિક રાશિ
આપની માનસિક સ્વસ્થતા ટકાવજો. ઉતાવળે આંબા પકાવશો નહીં. મતભેદોથી દૂર રહેજો.

ધન રાશિ
આપની માન્યતાઓને જડતાથી વળગી ન રહો તો લાભ-સફ્ળતાની તક સર્જાય. પ્રવાસ મજાનો રહે.

મકર રાશિ
ગૃહજીવનની સમસ્યાઓ હોય તો તેનું નિવારણ મેળવી શકશો. વ્યવસાયિક કાર્ય સફ્ળ બને.

કુંભ રાશિ
કરજથી દૂર રહેજો. માનસિક શાંતિ જાળવી લેજો. જાત પર નિર્ભર રહેજો.

મીન રાશિ
અગત્યના કામ આડે જો કોઈ મુશ્કેેલી હશે તો તે દૂર થતી જણાય. લાભદાયી તક સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન