Watch Daily Horoscope 16 th September 2020 Rashifal video
  • Home
  • Featured
  • ભાદરવા વદ ચૌદશને બુધવાર, શસ્ત્ર-અસ્ત્રથી મૃતકનું શ્રાદ્ધ, સૂર્ય કન્યામાં કેવો રહેશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ ચૌદશને બુધવાર, શસ્ત્ર-અસ્ત્રથી મૃતકનું શ્રાદ્ધ, સૂર્ય કન્યામાં કેવો રહેશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, ભાદરવા વદ ચૌદશ, બુધવાર, શસ્ત્ર-અસ્ત્રથી મૃતકનું શ્રાદ્ધ, સૂર્ય કન્યામાં, વિશ્વકર્મા પૂજા-બંગાલ, વિશ્વ ઓઝોન દિવસ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સમયના તકાજાને સમજીને વિવેકબુદ્ધિથી નિર્ણય ફ્ળદાયી નીવડશે. મતભેદો નિવારી લેજો. ખર્ચાળ પ્રસંગ.

વૃષભ રાશિ
માનસિક તણાવ અને ચિંતાનો બોજ ઊતરતો જણાય. મહેનતનું શુભ પરિણામ આવતું જોવાય. મિલન-મુલાકાત.

મિથુન રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય. નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. સ્વજનથી ગેરસમજ નિવારજો.

કર્ક રાશિ
કાર્ય સફ્ળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રિયજનનો સહકાર.

સિંહ રાશિ
આર્થિક આયોજન અને વ્યવસ્થા તરફ્ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

કન્યા રાશિ
હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઇષ્ટ ફ્ળ સારું મળે. સ્વજનથી મનમેળ સાધી લેજો.

તુલા રાશિ
આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. કૌટુંબિક ઘરની બાબતો હલ થાય.

વૃશ્ચિક રાશિ
પ્રયત્નો ફ્ળદાયી બનતાં જણાય. સ્વજનથી ગેરસમજ ન થાય તે જોજો. પ્રવાસ.

ધન રાશિ
અગત્યની બાબતો અંગે સંજોગનો લાભ ઉઠાવીને સફ્ળતા મેળવી શકશો. પ્રવાસ ફ્ળે.

મકર રાશિ
ધાર્યો લાભ અટકતો લાગે, પરંતુ અગત્યનાં કામકાજો અંગે સાનુકૂળ આશાસ્પદ તક.

કુંભ રાશિ
લાગણીને, સ્વમાનને ઠેસ પહોંચતી લાગે. સમાધાનવૃત્તિ જરૃરી ગણજો.

મીન રાશિ
સુખની આશા ફ્ળતી લાગે. આપના શત્રુઓથી સાવધ રહેવું. કાર્યલાભ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન