Watch here is Daily Horoscope 16 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ દસમને ગુરુવાર, સૂર્ય કન્યા રાશિમાં, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા સુદ દસમને ગુરુવાર, સૂર્ય કન્યા રાશિમાં, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ દસમ, ગુરુવાર, સૂર્ય કન્યામાં. યહૂદી પર્વ યામ કિપ્પુર. વિશ્વ ઓઝોન દિવસ. કેવો જશે દિવસ તમારો જાણી લો.

મેષ રાશિ
લાગણીઓના બેકાબૂ ઘોડાઓને લગામમાં રાખવાથી મનની શાંતિ મળે, નાણાભીડનો સામનો કરવો પડે.

વૃષભ રાશિ
કેટલાંક પ્રશ્નો અંગે મૂંઝવણ હશે તો તેના ઉકેલની તક મળે, ગૃહવિવાદ ટાળજો, નાણાભીડ.

મિથુન રાશિ
ધીમે ધીમે સંજોગ અનુકૂળ થતા જણાય, તેનો ઉપયોગ કરી લેજો, આરોગ્ય જળવાતું જણાય, વિઘ્ન બાદ સફળતા જણાય.

કર્ક રાશિ
મહત્ત્વના કામકાજ કે પ્રવૃત્તિઓ અંગે વધુ ધીરજ રાખવાથી સફળતા સાંપડે, લાભદાયી તક, વિવાદ અટકાવજો.

સિંહ રાશિ
માનસિક તણાવ કે સાહસિક અસ્વસ્થતાનો ઉપાય મળે, કાર્ય સફળતા માટે કોઈની મદદ જરૃરી બને, પ્રવાસ.

કન્યા રાશિ
આપની ચિંતા મૂંઝવણનું સમાધાન મેળવી શકશો, પ્રતિકૂળતા દૂર થાય, અશાંતિમાંથી શાંતિ તરફ જવાશે.

તુલા રાશિ
આર્થિક સમસ્યાઓના કારણે તણાવ જણાય, વિરોધીથી સાવધ રહેવું, અગત્યના કામમાં સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
માનસિક વ્યથા મૂંઝવણનો ઉકેલ મળતો જણાય, નાણાભીડનો હલ મળે, પ્રવાસમાં સફળતા.

ધન રાશિ
આપની મહત્ત્વની કામગીરીઓમાં સફળતા મળતી જણાશે, ગૃહજીવનનાં કાર્ય થાય, ખર્ચ વધે.

મકર રાશિ
પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. લાભદાયી કાર્ય રચના થઈ શકે, વિવાદનો પ્રસંગ.

કુંભ રાશિ
મહત્ત્વના પ્રશ્નોનો હલ કરવાનો માર્ગ મળે, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા સર્જાય, તબિયત ચિંતા કરાવે.

મીન રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે, અવરોધના કારણે ધાર્યું કરવામાં વિલંબ, નાણાભીડ અનુભવાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો