Watch Daily Horoscope 17 th January 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોષ સુદ ચોથને રવિવાર, ચંદ્ર રાહુનો કેન્દ્રયોગ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

પોષ સુદ ચોથને રવિવાર, ચંદ્ર રાહુનો કેન્દ્રયોગ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:45 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, પોષ સુદ ચોથ, રવિવાર, પંચક, ચંદ્ર રાહુનો કેન્દ્રયોગ, વિષ્ટિ ક. 8.09 સુધી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
મનોઆવેગો અને ક્રોધ પર કાબૂ રાખજો. પરેશાની દૂર થતી જણાય. મિલન-મુલાકાત. ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ રાશિ
આપના આત્મવિશ્વાસને વધારીને વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકશો. કૌટુંબિક પ્રસંગ માટે સાનુકૂળતા.

મિથુન રાશિ
આપની આર્થિક સમસ્યા ઘેરી બનતી જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક તક મળતી જણાય. પ્રવાસની તક મળે.

કર્ક રાશિ
વાદ-વિવાદથી દૂર રહેજો. કાર્ય સફળતા માટે સંવાદિતા રાખજો. ખર્ચનો પ્રસંગ ટાળજો. મહત્ત્વના કામ થાય.

સિંહ રાશિ
ધાર્યા કામમાં અવરોધ જણાય. કૌટુંબિક કાર્યમાં સમસ્યાનો ઉકેલ જણાય. નાણભીડનો અનુભવ જણાય.

કન્યા રાશિ
આરંભે સૂરા રહી આળસ કરશો તો ફળ દૂર ઠેલાશે. જાગ્રત અને સક્રિય રહેજો. ધીરજથી કામ લેવા પડે.

તુલા રાશિ
આપની પારકી આશ નિરાશામાં પરિણમશે. માટે આત્મનિર્ભર રહી કામ કરવાથી સફળતા. વ્યાવસાયિક લાભ મળે.

વૃશ્ચિક રાશિ
માનસિક મૂંઝવણનો ઉકેલ આવી શકે. નાણાકીય ચિંતાનો હલ મળતો જણાય. નોકરિયાતને સારી તક મળે.

ધન રાશિ
અંતરાશિકરણમાં અશાંતિ-વિષાદ અનુભવાય. ખર્ચ-ખરીદી વધતા જાય નહીં તે જોજો. ધીરજ જરૃરી બને.

મકર રાશિ
આપની મુશ્કેલીમાંથી માર્ગ મેળવીને બહાર આવી શકશો. સ્વજન-મિત્રની મદદ ઉપયોગી રહે. સંતાનના કામ સફળ રહે.

કુંભ રાશિ
લાભની તક સરી પડતી લાગે. સહેજમાં અદ્ભુત બચાવ અને મદદ સુખદ્ પરિણામ મળે. પ્રવાસની તક મળે.

મીન રાશિ
ચિંતા-ઉદ્વેગનાં વાદળ વિખેરાય. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે. પ્રવાસની તક મળે તેઝડપી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન