Watch Daily Horoscope 17 th October 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નિજ આસો સુદ એકમ, શનિવાર, ઘટ સ્થાપન, સૂર્ય તુલામાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

નિજ આસો સુદ એકમ, શનિવાર, ઘટ સ્થાપન, સૂર્ય તુલામાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, નિજ આસો સુદ એકમ, શનિવાર, શારદીય નવરાત્રિ શરૃ, ઘટ સ્થાપન, સૂર્ય તુલામાં, ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
ગૃહવિવાદ ટાળજો. ભાગીદારી સમસ્યા. ખર્ચ-વ્યય ન વધે તે જોજો.

વૃષભ રાશિ
કોઈ કામમાં અવરોધ જણાશે. ગૃહકાર્ય થાય. તબિયત સુધરે.

મિથુન રાશિ
માનસિક ચિંતા હળવી બને. ખર્ચ વધે નહીં તે જોવું. પ્રવાસ ફળે.

કર્ક રાશિ
ધાર્યા લાભમાં અડચણ. વિવાદ ટાળજો. તબિયત સાચવવી. અકસ્માત, પડવા વાગવાનો ભય, તેથી સાચવવું.

સિંહ રાશિ
આપના પ્રયત્નો ફળે. પ્રગતિકારક તક. કામકાજોને આગળ વધારી શકશો.

કન્યા રાશિ
મનની મુરાદો મનમાં રહેતી લાગે. નાણાભીડ જણાય. કોઈ નવું કાર્ય થાય.

તુલા રાશિ
મહત્વની તક મળે. સ્નેહીથી મિલન. લાભદાયી કાર્ય અને મદદ.

વૃશ્ચિક રાશિ
મૂંઝવણનો ઉકેલ મળે. ધંધા-નોકરીના કામકાજોમાં વિલંબથી ફળ મળે.

ધન રાશિ
આરોગ્ય સાચવવું. ખર્ચનો પ્રસંગ. અન્ય કૌટુંબિક કાર્ય માટે સાનુકૂળ તક મળે.

મકર રાશિ
અશાંતિ અને તણાવ દૂર થાય. કાર્ય સફળતા મળે. ખર્ચ ટાળજો.

કુંભ રાશિ
આપના આદર્યાં કામ અધૂરાં ન રહે તે માટે સાવધ રહેજો. સંબંધો કામ લાગે. પ્રવાસ.

મીન રાશિ
સામાજિક-ગૃહજીવનના કામ અંગે સાનુુકૂળતા મળે. નાણાભીડ વધે. આવક અટકતી લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન