Watch Daily Horoscope 17 th September 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા વદ અમાસને ગુરુવાર, સર્વપિતૃ અમાસે કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ભાદરવા વદ અમાસને ગુરુવાર, સર્વપિતૃ અમાસે કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, ભાદરવા વદ અમાસ, ગુરુવાર, દર્શ અમાસ, પૂનમ-અમાસનું શ્રાદ્ધ, સર્વપિતૃ અમાસ, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આત્મવિશ્વાસ મદદરૃપ થતો જણાય. આર્થિક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર.

વૃષભ રાશિ
વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસ ફળે.

મિથુન રાશિ
આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ.

કર્ક રાશિ
મનની મૂંઝવણો ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય.

સિંહ રાશિ
અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો.

કન્યા રાશિ
સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજી પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.

તુલા રાશિ
આપના અગત્યના કાર્ય અંગે સાનુકૂળતા સર્જાય. કૌટુંબિક ચિંતા દૂર થાય, સ્નેહીથી મિલન.

વૃશ્ચિક રાશિ
વિશ્વાસે સાહસ ખેડશો નહીં. અનુભવીનું માર્ગદર્શન ઉપયોગી બને. ખર્ચનો પ્રસંગ.

ધન રાશિ
આર્થિક સંજોગો કઠિન હશે તો હળવા બનાવવાનો ઉપાય મળે. સ્વજનથી વિચારભેદ. પ્રવાસ.

મકર રાશિ
લાગણીઓના ઊભરા પર કાબૂ રાખી સંયમથી ચાલશો તો સુખનો આસ્વાદ માણી શકશો.

કુંભ રાશિ
મહેનત અને લગનથી કામ કરવાથી ઇચ્છિત મેળવવું સહેલું લાગશે. ખર્ચ રહે. વિવાદ ટાળજો.

મીન રાશિ
મનોકામનાની પૂર્તિ કરવા મિત્ર-વડીલની મદદ જરૃરી ગણજો. નાણાભીડ. તબિયતની ચિંતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન