Watch Daily Horoscope 19 th January 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોષ સુદ છઠ્ઠને મંગળવાર આ ત્રણ રાશિનો દિવસ જશે ભારે જરા સંભાળીને, Video

પોષ સુદ છઠ્ઠને મંગળવાર આ ત્રણ રાશિનો દિવસ જશે ભારે જરા સંભાળીને, Video

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, પોષ સુદ છઠ્ઠ, મંગળવાર, પંચક, અનરૃપા ષષ્ઠિ-બંગાલ સૂર્ય આયન કુંભમાં પ્રવેશ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની મનની મુરાદ બર આવતી જણાય. રુકાવટ દૂર થતી જણાય. ખર્ચનો પ્રસંગ આવે.

વૃષભ રાશિ
વ્યથા-વેદનાની મુક્તિ માટે સામાજિક સહારો ઉપયોગી બને. આર્થિક સમસ્યા વધતી લાગે.

મિથુન રાશિ
આપની ધારણા ઊંધી વળી ન જાય તે માટે સજાગ રહેજો. વિશ્વાસે ચાલવું નહીં. પ્રવાસ ફળે.

કર્ક રાશિ
લાભ સામે વ્યય વધતા જણાય. ચિંતાનાં વાદળ વિખેરાતાં જણાય. કાર્ય સફળતા વિલંબમાં પડતી જાય.

સિંહ રાશિ
આપની માનસિક સ્વસ્થતા પર અસર થાય નહીં તે જોજો. મનોબળ વધારજો. પ્રવાસ માટે પ્રગતિકારક.

કન્યા રાશિ
આદર્યાં અધૂરાં રહેતાં જણાય. ગૃહવિવાદ ટાળજો. નાણાભીડ દૂર થાય.

તુલા રાશિ
સામાજિક કામ-પ્રસંગતી આનંદ. ખર્ચ ટાળજો. તબિયત સાચવી શકશો. પ્રવાસ મજાનો.

વૃશ્ચિક રાશિ
આર્થિક-વ્યાવસાયિક ક્ષેત્રે સંઘર્ષ જણાય. લાગણી દુભાતી લાગે. પ્રવાસમાં વિલંબ.

ધન રાશિ
આપના અગત્યના કામકાજો અંગે સાનુકૂળ તક સર્જાય. આયોજન ફળે. સ્વજનની મદદ મળે.

મકર રાશિ
અગત્યની કામગીરીમાં સફળતા માટે ધીરજ જરૃરી. ગૃહજીવનમાં ગેરસમજ જણાય. તબિયત જળવાય.

કુંભ રાશિ
આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. વધુ પ્રયત્નો જરૃરી સમજવા. વિવાદ દૂર થાય.

મીન રાશિ
આપના મહત્વના પ્રશ્નો હલ કરી શકશો. સમાધાનવૃત્તિ કામ લાગે. પ્રવાસ ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન