Watch Daily Horoscope 19 th November 2019 Rashifal
  • Home
  • Astrology
  • કારતક વદ સાતમને મંગળવાર આ બે રાશિના જાતકે સાવધ રહેવું, કેવો રહેશે તમારો દિવસ જાણો

કારતક વદ સાતમને મંગળવાર આ બે રાશિના જાતકે સાવધ રહેવું, કેવો રહેશે તમારો દિવસ જાણો

 | 7:26 am IST

વિક્રમ સંવત 2076, કારતક વદ સાતમને મંગળવાર મેષ મૂંઝવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફ્ળતાની આશા રહે. મિત્રોની મદદ રહે. વૃષભ આપના વિરોધીના હાથ હેઠાં પડતાં લાગે. મહત્ત્વની મુલાકાત ફ્ળદાયી નીવડે. સંપત્તિના કામ થાય.

મિથુન ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ કામ લાગે નહીં. સંજોગો જોઈ સમજીને ચાલવું હિતાવહ. કર્ક આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત ફ્ળદાયી નીવડે. ગૃહજીવનમાં સંવાદિતા સાધી શકશો.

સિંહ આપની સામાજિક અને વ્યવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતાં લાગે. ખર્ચનો પ્રસંગ. તબિયત અંગે ચિંતા. કન્યા લાભ યા સફ્ળતા અટકતાં લાગે. વધુ પ્રયત્નો જરૃરી બને. અકસ્માત-ઇજાથી સાવધ રહેવું પડે.

તુલા આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. કૌટુંબિક ક્લેશ ટાળજો. વૃશ્ચિક આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા. ધન તણાવમુક્તિ અને ચિંતા હળવી કરવાના આધ્યાત્મિક-યૌગિક વ્યવહાર ફ્ળે. નાણાભીડનો ઉપાય મળે.

મકર આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનનો સાથ-સહકાર મળે. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. કુંભ ધાર્યાં કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેને હલ કરવાનો માર્ગ મળે. લાભની તક. સ્નેહીથી મિલન. મીન આપના વિરોધીના હાથ હેઠાં પડતાં જણાશે. ફ્તેહની તક. કુદરતી મદદ મળે. સંતાનના કામ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન