Watch here is Daily Horoscope 19 th October Rashifal video
  • Home
  • Featured
  • આસો સુદ ચૌદશને મંગળવાર, કોજાગરી પૂર્ણિમા પર જાણીલો કેવો જશે દિવસ તમારો

આસો સુદ ચૌદશને મંગળવાર, કોજાગરી પૂર્ણિમા પર જાણીલો કેવો જશે દિવસ તમારો

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ ચૌદશ, મંગળવાર, પંચક. કોજાગરી પૂર્ણિમા. ઇદે મિલાદ.

મેષ રાશિ
મકાન વાહન અંગે કોઈ ઉકેલ મળે, અગત્યની મુલાકાત ફળે.

વૃષભ રાશિ
ચિંતાઓ હળવી બને, લાભની તક, ઉન્નતિ પ્રતિ દોરી જાય, પ્રવાસ ફળે.

મિથુન રાશિ
મનની શાંતિ હણાતી લાગે, પણ પછી સુખ મળે, ખર્ચા વધશે.

કર્ક રાશિ
ધાર્યા કામમાં પ્રગતિકારક સંજોગ, ગૃહજીવનના કામ પતે, સુખદ અનુભવ.

સિંહ રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે, તબિયત નરમ-ગરમ, ચિંતા હળવી બને.

કન્યા રાશિ
લાભદાયી કાર્ય રચના, ધીમી પ્રગતિ, સ્વજન પ્રિયપાત્રથી સંવાદિતા.

તુલા રાશિ
પ્રયત્નો કારગત નીવડે, ફળ સારું આવે, મહત્ત્વની વ્યક્તિ મદદરૃપ બને.

વૃશ્ચિક રાશિ
અવરોધ દૂર થાય. અગત્યની તક મળે, પ્રવાસ-પર્યટન ફળે, ચિંતા દૂર થાય.

ધન રાશિ
વિઘ્ન બાદ કાર્ય સફળતા, નાણાભીડ કૌટુંબિક સમસ્યા અંગે કોઈ હલ મળે.

મકર રાશિ
જીવનસાથીનો સહકાર મળે, મન મેળ રહે, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, ખર્ચા રહે.

કુંભ રાશિ
મનની મુરાદ મનમાં રહેવા સંભવ, નાણાકીય સમસ્યા અનુભવાય.

મીન રાશિ
પ્રિયજન-સંતાન અંગે કાર્ય થાય, લાભદાયી તક, પ્રવાસ મજાનો રહે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો