મહા વદ બીજને સોમવાર, માર્ચનો પહેલો દિવસ કેવો જશે તમારો જાણીલો એક ક્લિક પર, Video – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહા વદ બીજને સોમવાર, માર્ચનો પહેલો દિવસ કેવો જશે તમારો જાણીલો એક ક્લિક પર, Video

મહા વદ બીજને સોમવાર, માર્ચનો પહેલો દિવસ કેવો જશે તમારો જાણીલો એક ક્લિક પર, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, મહા વદ બીજ. સોમવાર, ત્રીજ ક્ષય તિથિ. ચંદ્ર શનિનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
નોકરી અંગે કાર્યબોજ વધતો લાગે. તબિયતની ચિંતા કરશો. પ્રશ્નોનો હલ વિલંબથી જણાય.

વૃષભ રાશિ
આપના અગત્યના કામકાજોને પાર પાડવા વિઘ્ન જણાય. તબિયત સુધરે. ખર્ચ વધે.

મિથુન રાશિ
કાર્ય સફળતાની તક સર્જાય. વિવાદ-ઘર્ષણ ટાળજો. પ્રવાસ ફળે. સંતાનથી સાનુકૂળ

કર્ક રાશિ
સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા. સારો સંદેશ મળે. ખુદાની મહેરબાની મળે.

સિંહ રાશિ
વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબૂ રાખજો. પ્રવાસની તકને ઝડપી લેજો.

કન્યા રાશિ
આપના માર્ગ આડે અંતરાય જણાય. વધુ પ્રયત્ને સફળતા. સ્નેહીથી મિલન-મુલાકાત ફળે.

તુલા રાશિ
તમારા વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવશ્યક્તાઓ પૂર્ણ થતી જણાય. વિવાદ અટકાવજો.

વૃશ્ચિક રાશિ
આવેશમાં આવીને ચાલશો નહીં. નોકરી-ધંધાના કાર્ય માટે સાનુકૂળતા.આપના કુટુંબીથી મતભેદ નિવારજો.

ધન રાશિ
આપના વિરોધીના હાથ હેઠા પડે. કૌટુંબિક પ્રશ્નો ઘેરાતા જણાય. આવક વૃદ્ધિની તક મળે.

મકર રાશિ
મહત્વની સમસ્યાનો ઉકેલ આવવામાં વિલંબ થતો જણાશે. નાણાકીય ગૂંચવણ જણાય. ગૃહજીવનમાં રાહત.

કુંભ રાશિ
આવકની મર્યાદા સમજીને ચાલશો તો મુશ્કેલી અટકશે. કૌટુંબિક ક્ષેત્રે મનદુઃખ જણાય. પ્રવાસમાં વિલંબ

મીન રાશિ
લાભદાયી કાર્યરચના થાય. મિલન-મુલાકાતથી આનંદ. પ્રતિકૂળતામાંથી માર્ગ મળી આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન