Watch Daily Horoscope 2 nd august 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શ્રાવણ સુદ ચૌદશને રવિવાર, કર્ક રાશિએ ગૃહવિવાદ ટાળવો, Video

શ્રાવણ સુદ ચૌદશને રવિવાર, કર્ક રાશિએ ગૃહવિવાદ ટાળવો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, શ્રાવણ સુદ ચૌદશને રવિવાર સૂર્ય આશ્લેષામાં- વાહન ઘેટું, આદિત્ય પૂજન, ચંદ્ર-ગુરુની યુતિ, ચંદ્ર નક્ષત્ર – પૂર્વાષાઢા

મેષ રાશિ
આપની અગત્યની કામગીરી અંગે વિલંબ જણાય. સ્વાસ્થ્ય સચવાતું જણાય. નાણાકીય વ્યવહારમાં સંભાળીને ચાલવું.

વૃષભ રાશિ
આપની ગૃહજીવનની બાબતો અંગે પરેશાની અનુભવાય. આર્િથક પ્રશ્નનો હલ મળે. મિત્રની મદદ જણાય.

મિથુન રાશિ
આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મહત્ત્વના કામમાં પ્રગતિ. નિરાશા દૂર થતી જણાય.

કર્ક રાશિ
આપની ગણતરી ઊંધી વળતી લાગે. ગૃહવિવાદ અટકાવજો. ખર્ચના પ્રસંગ સર્જાય.

સિંહ રાશિ
સફ્ળતા મળે. લાભની પ્રાપ્તિ માટે વધુ પ્રયત્નો અને ધીરજ જરૃરી બને. ગૃહવિવાદ અટકાવજો. પ્રવાસ.

કન્યા રાશિ
મનની મુરાદ મનમાં રહેતી જણાય. નાણાકીય સમસ્યા સતાવતી લાગે. સ્નેહી-સ્વજનની મદદ ઉપયોગી.

તુલા રાશિ
ચિંતા-વિષાદનાં વાદળ વિખેરાતાં જણાય. મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય. ખર્ચ વધવા ન દેશો.

વૃશ્ચિક રાશિ
વાણી-વ્યવહાર પર સંયમ જરૃરી માનજો. પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો લાગે. નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળે.

ધન રાશિ
વ્યવસાયિક કામકાજ માટે સાનુકૂળતા રહે. કૌટુંબિક ક્ષેત્રે અશાંતિ અનુભવાય. પ્રવાસ-પર્યટનની તક.

મકર રાશિ
રુકાવટ બાદ કાર્ય સફ્ળતાનો યોગ બને. સ્વાસ્થ્ય સાચવજો. સ્વજનનો સહકાર.

કુંભ રાશિ
આપના સંજોગો સુધરતા જણાય. કોઈ સારી તક મળે. સ્નેહીથી મિલન.

મીન રાશિ
આવેશ-ક્રોધ પર કાબૂ રાખજો. નાણાભીડ અનુભવાય. વિવાદનો પ્રસંગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન