Watch Daily Horoscope 2 nd December 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કારતક વદ બીજને બુધવાર, સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

કારતક વદ બીજને બુધવાર, સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, કારતક વદ બીજ, બુધવાર, સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં, રાજયોગ ક. 10.38 સુધી, જૈન લીલોતરી ત્યાગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
ધીરજની કસોટી થતી જણાય. નાણાભીડ વધતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા રાખજો.

વૃષભ રાશિ
અગમચેતી, જાગૃતિ જરૃરી માનજો. અંધારે આગળ ન વધવું. વિઘ્ન જણાય.

મિથુન રાશિ
આપની નોકરી-વ્યવસાયની વ્યસ્તતા વધે. ફળ વિલંબિત થાય. વિવાદથી દૂર રહેજો.

કર્ક રાશિ
માનસિક ચિંતા દૂર થાય. આરોગ્ય સુધરે. ખર્ચનો પ્રસંગ. પ્રવાસની તક.

સિંહ રાશિ
આપના પ્રયત્નોનું ફળ મેળવી શકશો. તબિયત સાચવવી. નાણાભીડ રહે.

કન્યા રાશિ
ધીરજ-કુનેહપૂર્વક કાર્ય કરી સફળતા મેળવી શકશો. માનસિક તાણ દૂર થાય. ખર્ચ વધશે.

તુલા રાશિ
અગત્યની કામગીરીઓ પ્રત્યે ધ્યાન આપવાથી સમયનો સદ્ઉપયોગ લાગે. ગૃહવિવાદ અટકાવજો. આરોગ્ય જળવાય.

વૃશ્ચિક રાશિ નસીબનો સાથ ભલે ન લાગે પણ મહેનતનો હાથ જરૃર ફળદાયી થાય. કૌટુંબિક બાબત હલ થાય. સ્નેહીથી મિલન.

ધન રાશિ
નાણાકીય પાસાંઓ પર ધ્યાન આપીને સમતોલ રાખવા પડે. સમસ્યાનું સમાધાન મેળવી શકશો.

મકર રાશિ
આપના સ્વપ્નાઓને સાકાર કરવા માટે આપે ધીરજ અને સમજણ કેળવવી પડે. નસીબ પલટાય ત્યાં સુધી રાહ જોવી પડે.

કુંભ રાશિ
મનોરથોને પૂર્ણ કરવા માટે મિત્રો-સ્વજનો, ઉપરીનો સહકાર મેળવવો જરૃરી લેખજો. તબિયત સાચવવી.

મીન રાશિ
આવક સામે ખર્ચના પ્રસંગોને વધવા ન દેશો. બચત તરફ લક્ષ આપજો. સ્વજનોથી સંવાદિતા રહે. ચિંતાનો ઉપાય મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન