Watch Daily Horoscope 2 nd July 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ સુદ બારસને ગુરુવાર આ ચાર રાશિઓએ જરા સંભાળીને રહેવુ

અષાઢ સુદ બારસને ગુરુવાર આ ચાર રાશિઓએ જરા સંભાળીને રહેવુ

 | 6:50 am IST

રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ સુદબારસને ગુરુવાર. નક્ષત્ર- અનુરાધા, યોગ -સાધ્ય, કરણ – કૌલવ. આજની રાશિ – વૃશ્ચિક (ન,ય)

મેષ રાશિ
સામાજીક ચિંતાઓનો ઉકેલ મળે. આર્થિક મુંઝવણ અનુભવાય. મિલન મુલાકાતનો સમય સારો

વૃષભ રાશિ
પ્રયત્નોનું સારુ ફળ પ્રાપ્ત થતુ જણાય. આરોગ્યને સાચવવા જરુર છે. સ્વજનોની સાથે સંવાદ થાય

મિથુન રાશિ
કાર્યલાભ અને પ્રગતિના સંજાગ ઉભા થાય. કોઇની સાથેના વિવાદનો ઉકેલ આવે. અકસ્માતથી સંભાળવુ

કર્ક રાશિ
મહત્વની તક સર્જાતી જણાય. પરિશ્રમમાં વધારો કરવાથી લાભ રહે. સફળતાનો ઉત્તમ સમય આવેલ જણાય

સિંહ રાશિ
આજનો દિવસ મધ્યમ લાભદાયી રહે. સાસરીયા પક્ષ સાથે વાદ વિવાદ ન થાય તે જોવુ

કન્યા રાશિ
આજનો દિવસ શુભ રહે. અકારણ ઉદ્વેગમાંથી બહાર આવી શકો. નાણાકીય પ્રશ્ન હલ થાય

તુલા રાશિ
આજનો દિવસ પ્રતિકુળ રહે. કોઇ નવા કાર્યની શરુઆત આજે ન કરવી. વિવાદિત વાતાવરણથી દુર રહેવુ. ઓચિંતા ખર્ચમાં વધારો થાય

વૃશ્ચિક રાશિ
નોકરીની આશા ફળીભુત થતી જણાય. આરોગ્યને લગતી ચિંતાઓ દુર થાય. ભાગીદારી ધંધામાં મતભેદ સર્જાય

ધન રાશિ
નાણાકિય ચિંતા સતાવે . આધ્યાત્મિક વલણ આજે આપને ફાયદો કરાવે. શારીરિક સમસ્યાઓ આજે આપને પરેશાન કરે

મકર રાશિ
પ્રવાસના યોગ આજે બને છે. મતભેદોનું નિરાકરણ આવે. પરિવારની શાંતિ ન ડોહળાય તે જાવુ

કુંભ રાશિ
વ્યવસાયિક ક્ષેત્રે પિતાનો સહકાર મળે. વડિલોના આશિર્વાદ પ્રાપ્ત થાય. સંતાનની ચિંતા સતાવે

મીન રાશિ
હિત શત્રુઓથી સાવધાન રહેવુ. શરીરના કેટલાક ભાગોમાં દુઃખાવો રહે. મન વિચલીત થઇ શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન