Watch Daily Horoscope 2 nd March Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહા વદ ચોથને મંગળવાર અંગારકી સંકષ્ટ ચોથ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

મહા વદ ચોથને મંગળવાર અંગારકી સંકષ્ટ ચોથ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 7:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, મહા વદ ચોથ મંગળવાર અંગારકી સંકષ્ટ ચોથ, ચંદ્ર ગુરૂનો ત્રિકોણ.કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
પ્રગતિ અને સફળતા માટેના પ્રયત્નો વધારવા પડે. ગૃહજીવનના કામ હાથ ધરી શકશો. આર્થિક ચિંતા.

વૃષભ રાશિ
અગત્યના કામ આડે જો કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થતી જણાય. લાભદાયી તક સર્જાય.

મિથુન રાશિ
આપની માનસિક સ્વસ્થતા ટકાવજો. ઉતાવળે આંબા પકાવશો નહીં. મતભેદોથી દૂર રહેજો.

કર્ક રાશિ
કરજથી દૂર રહેશો. માનસિક શાંતિ જાળવી લેજો.મન પર નિર્ભર રહેજો.

સિંહ રાશિ
આપની માન્યતાઓને જડતાથી વળગી ન રહો તો લાભ સફળતાની તક સર્જાય. પ્રવાસ મજાનો.

કન્યા રાશિ
ગૃહજીવનની સમસ્યા હોય તો તેનું નિવારણ મેળવી શકશો. વ્યવસાયિક કાર્ય સફળ બને.

તુલા રાશિ
ભાગ્યદેવીનો સાથ ધાર્યો હોય તેવો ન મળે તેથી પુરુષાર્થ પર વિશ્વાસ રાખજો. વિવાદ અટકાવજો.

વૃશ્ચિક રાશિ
સ્વજન સાથેના વૈચારિક ઘર્ષણ નિવારવા સલાહ છે. જેથી સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. મહત્ત્વની કામગીરી અંગે વિલંબ.

ધન રાશિ
અંતરાયોને દૂર કરી શકશો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ લાભ વિલંબમાં પડતો લાગે.

મકર રાશિ
આપના હાથ ધરેલા કાર્યોને આગળ ધપાવવાની તકો સર્જાય. મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. પ્રિયજનથી મિલન.

કુંભ રાશિ
વ્યવસાયિક બાબત અંગેના તમારા પ્રયત્નો સફળ બનતી જણાશે. સ્વજનોથી સંબંધ બગડે નહીં તે જોજો.

મીન રાશિ
આપની મુશ્કેલીઓ હળવી થતી જણાય. સામાજિક કામગીરીમાં સફળતા. પ્રવાસમાં વિલંબને અનુભવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન