Watch Daily Horoscope 20 th May 2020 Rashifal video
  • Home
  • Featured
  • વૈશાખ વદ તેરસને બુધવાર, સૂર્ય સાયન મિથુનમાં કેવો રહેશે તમારા માટે જાણો, Video

વૈશાખ વદ તેરસને બુધવાર, સૂર્ય સાયન મિથુનમાં કેવો રહેશે તમારા માટે જાણો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, વૈશાખ વદ તેરસ, બુધવાર. માસ શિવરાત્રિ, સૂર્ય સાયન મિથુનમાં, ગ્રીષ્મ ઋતુ ઉત્તરાર્ધ શરૂ કેવો રહેશે તમારો દિવસ શું કહે છે તમારી રાશિ જાણીલો અમારી સાથે.

મેષ રાશિ
મૂંઝવણો અને વિષાદ દૂર થતાં રાહત અનુભવાય. આર્િથક આયોજન સફળ થાય. કૌટુંબિક કામગીરી અંગે શુભ.

વૃષભ રાશિ
રૃકાવટોને પાર કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકવા શક્તિમાન છો. પ્રયત્ન કરજો. ગૃહવિવાદ અટકે તો સારું. તબિયતની ચિંતા થાય.

મિથુન રાશિ
વ્યવસાયિક સંજોગો સુધરતા જણાય. વિકાસની તક મળે. સ્નેહી-સ્વજનથી સંવાદિતા સર્જાય. મિલકત અંગે મૂંઝવણ.

કર્ક રાશિ
આવક સામે ખર્ચનાં પલ્લાં ભારે બનતાં જણાય. તમારા અગત્યના કામકાજોમાં વિલંબ થતો લાગે. ગૃહજીવનમાં કામકાજો થઈ શકે.

સિંહ રાશિ
આર્થિક રીતે છતે પૈસે ચિંતા રહે. ધાર્યું થવામાં વિલંબ વધે. આપના વ્યવસાયિક પ્રશ્નો હલ થાય. તબિયત સચવાય.

કન્યા રાશિ
આપની વ્યવસાયિક કામગીરીમાં પ્રતિકૂળતા બાદ પ્રગતિ થાય. પ્રવાસ સફળ નીવડે. આરોગ્ય સાચવવું. ખર્ચના પ્રસંગો વધતાં જણાય.

તુલા રાશિ
આપની સામાજિક-વ્યાવસાયિક કામગીરીને સફળ બનાવી શકો. લાભની આશા સર્જાય.

વૃશ્ચિક રાશિ
આપની પ્રવાસની યોજના અંગે વિલંબ જણાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. નાણાભીડ રહે.

ધન રાશિ
અંગત મૂંઝવણો વધતી જણાય. લાભ દૂર ઠેલાય. કૌટુંબિક પ્રશ્નથી ચિંતા રહે.

મકર રાશિ
આપના અગત્યના પ્રશ્નો હલ કરવાનો માર્ગ મળે. નસીબ પર આધાર ન રાખશો.

કુંભ રાશિ
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ચિંતાના પ્રસંગો અટકે.

મીન રાશિ
પ્રવાસ-પર્યટનથી આનંદ. નોકરી-ધંધાના કામ અંગે સાનુકૂળ તક સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન