Watch Daily Horoscope 20 th November 2019 Rashifal video
  • Home
  • Featured
  • કારતક વદ આઠમને બુધવારે કઈ કઈ રાશિને થશે લાભ જાણો અમારી સાથે એક ક્લિક પર, Video

કારતક વદ આઠમને બુધવારે કઈ કઈ રાશિને થશે લાભ જાણો અમારી સાથે એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, કારતક વદ આઠમ, બુધવાર સૂર્ય અનુરાધામાં, બુધ માર્ગી, પ્રથમાષ્ટમી (ઓરિસ્સા), ચંદ્ર-મઘાની યુતિ. મેષ મહત્વની સમસ્યાનો ઉકેલ આવતો લાગે. તબિયત સાચવવી. ગૃહવિવાદ અટકાવજો. વૃષભ લાભની તક સરી પડતી લાગે. નોકરી-ધંધામાં ટેન્શન જણાય. તબિયત સુધરતી લાગે.

મિથુન આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. ઉદ્વેગનો પ્રસંગ ખર્ચ-વ્યય વધતા જણાય. કર્ક સમસ્યાઓના જાળામાંથી બહાર આવી શકશો. સ્નેહી-મિત્રથી મિલન. ખર્ચ વધે. સિંહ ધીમે ધીમે સાનુકૂળતા સર્જાય. વિઘ્નને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૂરી બને.

કન્યા નાણાભીડનો ઉકેલ મળે. ગૃહજીવનમાં પ્રસન્નતા રહે. ચિંતા છોડજો. તુલા સ્વજન સાથેના વૈચારિક ઘર્ષણ નિવારવા સલાહ છે જેથી સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. મહત્વની કામગીરી અંગે વિલંબ જણાય. વૃશ્ચિક અંતરાયોને દૂર કરી શકશો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ. લાભ વિલંબમાં પડતો લાગે.

ધન ભાગ્યદેવીનો સાથ ધારો છો એવો ન મળે તેથી પુરુષાર્થ પર જ વિશ્વાસ રાખજો. વિવાદ અટકાવજો. મકર આપની મુશ્કેલીઓ હળવી થતી જણાય. સામાજિક કામગીરીમાં સફળતા. પ્રવાસમાં વિલંબનો અનુભવ.

કુંભ વ્યવસાયિક બાબતો અંગેના તમારા પ્રયત્નો સફળ બનતાં જણાશે. સ્વજનોથી સંબંધો બગડે નહીં તે જોજો. મીન આપના હાથ ધરેલાં કાર્યોને આગળ ધપાવવાની તકો સર્જાય. મહત્વના નિર્ણયો લઇ શકાય. પ્રિયજનથી મિલન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન