Watch here is Daily Horoscope 20 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ પૂનમને સોમવાર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

ભાદરવા સુદ પૂનમને સોમવાર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ પૂનમ, સોમવાર, ભાદરવી-વ્રતની પૂનમ. પંચક. પ્રૌષ્ઠપદી પૂનમ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના મનની શાંતિ જણાય, અજંપો દૂર થાય, સાનુકૂળ સંજોગો આવતા લાગે, પ્રવાસની તક મળે.

વૃષભ રાશિ
આવક વધતી લાગે, ગૃહજીવન માર્ગમાં ગેરસમજો નિવારવી પડે, પ્રવાસ મજાનોે અને આનંદદાયી રહે.

મિથુન રાશિ
આપના અગત્યના કામકાજ અંગે પ્રગતિની આશા, સ્નેહી સ્વજનનો સહકાર રહે, ખર્ચ વધે, આરોગ્ય સાચવજો.

કર્ક રાશિ
લાભદાયી કાર્યરચનાના સંજોગ જણાય, સામાજિક કાર્ય થઈ શકે, આરોગ્ય ચિંતા દૂર થાય.

સિંહ રાશિ
આપના ઉતાવળા અને ગણતરી બહારના પગલાં અટકાવજો, સામાજિક કાર્ય થાય, નાણાભીડનો ઉકેલ મળે.

કન્યા રાશિ
આપની પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય, મનની મુરાદ બર આવતી લાગે, મિત્રોથી લાભ.

તુલા રાશિ
આપના પ્રયત્નોને સાકાર તથા સફળ બનાવી શકશો, તબિયત સાચવજો, ખર્ચ ઘટાડજો, સંતાનના કામ થાય.

વૃશ્ચિક રાશિ
લાભદાયી તકોનો ઉપયોગ સમજી વિચારીને કરજો, ઉતાવળા ન થવું, પ્રવાસ ફળે, ક્લેશ ટાળજો.

ધન રાશિ
આપની સ્થિતિને સુધારવા ઈશ્વર અને મહેનત પર ભરોસો રાખજો, સ્નેહીથી મિલન, નાણાભીડ.

મકર રાશિ
વિઘ્ન અને મુશ્કેલીને પાર કરી શકશો, સમય વધુ જોઈશે, ખર્ચ પર અંકુશ રાખજો, ભાગીદાર મિત્રથી મતભેદ ટાળજો.

કુંભ રાશિ
અટવાયેલા કાર્યો અને ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો, પ્રિયજનના સહકાર, પ્રવાસ.

મીન રાશિ
સફળતા મેળવવા માટે તમારે વ્યવસ્થિત અને ગણતરીબાજ બનવાની જરૃર જણાશે, સંવાદિતા, લાભની તક.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો