Watch Daily Horoscope 21 th January 2020 Rashifal video
  • Home
  • Featured
  • પોષ વદ બારસ કર્ક રાશિએ ગૃહવિવાદ ટાળવો, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

પોષ વદ બારસ કર્ક રાશિએ ગૃહવિવાદ ટાળવો, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2076, પોષ વદ બારસ, મંગળવાર. વિંછુડો ભારતીય માઘ શરૃ, ચંદ્ર-મંગળની યુતિ

મેષ વધુ પડતાં સ્વમાન અને લાગણીનો વિચાર કરશો તો શાંતિ દૂર ઠેલાય. ખર્ચ વધે. અગત્યનું કામ થાય.

વૃષભ વિવાદ અને સમસ્યાને નિવારવા વડીલ અને ઈશ્વરની સહાય જરૃરી બને. તબિયતની કાળજી લેજો.

મિથુન પ્રવાસનું આયોજન કરી શકશો. મનનાં ઓરતાંને સાકાર કરવાની દિશા મળે. કુટુંબનું કામ થાય.

કર્ક આપના હાથ ધરેલાં કામકાજો આપ સફળ બનાવી શકશો. ગૃહવિવાદ ટાળજો. ખર્ચ વધે નહીં તે જોજો.

સિંહ માનસિક સંયમ ઉપયોગી બને. કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાયો હશે તો ઉકેલ મળે. પ્રવાસની તક મળે.

કન્યા સંજોગો સામે સમતોલન કેળવીને ચાલવાથી સુખ-શાંતિ અને લાભ મેળવી શકશો. તબિયત જળવાઈ રહે.

તુલા આપના પ્રતિકૂળ સંજોગો હવે ધીમેધીમે સાનુકૂળ થતાં જણાય. અશાંતિનાં વાદળ હટતાં લાગે.

વૃશ્ચિક પુરુષાર્થ વધારવો પડે. લાભ મળવામાં વિઘ્ન-વિલંબનો યોગ. પ્રવાસ મજાનો જણાય.

ધન આપના કૌટુંબિક કામકાજો અંગે પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. ખર્ચ-ખરીદીઓ વધે નહીં તે જોજો.

મકર આપના નોકરી-ધંધાનાં કામકાજો અંગે સાનુકૂળતા જણાય. લાભની આશા વિલંબિત બને. પ્રવાસ ફળે.

કુંભ સંજોગો સુધરતા જણાય. અગત્યની તક મળતી લાગે. સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત થાય.

મીન આપના સકારાત્મક વિચાર અને પગલાં સફળ અને ફળદાયી નીવડે. મુલકાતથી આનંદ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન